ગુજરાતમાં કોરોના વાઇરસની પ્રવર્તમાન સ્થિતિને જોતા મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે સુરતની મુલાકાતે આવ્યા હતા. અહીંયા એમણે સ્થિતિની સમીક્ષા કરી અને સુરતમાં સંજીવની રથની સંખ્યા વધારવાની સૂચના આપી હતી. સુરતમાં ખાનગી નર્સિંગ હૉમમાં કોવીડ ટ્રીટમેન્ટ આપવાની છૂટ આપી છે.

માઇલ્ડ અને એ-સિમ્પટોમેટિક દર્દીઓને દાખલ કરવાની પરવાનગી આપવામાં આવી છે. સીએમ રૂપાણીએ ટેસ્ટીંગ, ટ્રેસીંગ ફોર્મ્યૂલા પર ભાર આપ્યો છે. તેમણે કહ્યું કે ‘આપણે માસ્ક પહેરવાના છે અને કોરોના સામે લડવા વેક્સીન લેવાની છે.

સીએમ રૂપાણીએ હાઇકોર્ટની લોકડાઉન અથવા તો કર્ફ્યૂની ટકોર અંગે કહ્યું કે ગાંધીનગર જઈને કોર ગ્રુપની મીટિંગમાં ચર્ચા કરીશું. હાઇકોર્ટની જે લાગણી છે તેમાં લોકોને સમસ્યા ન થાય, કોરોના પણ વધુ ન ફેલાય તેવી રીતે યોગ્ય નિર્ણય કરીશું. હાલમાં લોકો કામ પૂરતાં જ બહાર નીકળે તેવી અપેક્ષા છે.

સીએમ રૂપાણીએ કહ્યું કે ‘સુરતમાં કોરોનાની સારવાર માટે કિડની હૉસ્પિટલમાં 800 બેડની સુવિધા વધારવામાં આવશે. સુરત શહેરમાં માઇલ્ડ અને એ-સિમ્પ્ટોમેટિક દર્દીઓને દાખલ કરવા નાના નર્સિંગ હૉમની સુવિધા ધરાવતા લોકોને પરવાનગી આપવામાં આવી છે જેથી મોટી હૉસ્પિટલમાં આઇસીયુની જરૂરિયાત ધરાવતા જ દર્દીઓ પહોંચે.

સીએમ રૂપાણીએ કહ્યું કે ‘ઝાયડસ કેડિલા આપણને રોજ 20-25 હજાર રેમડેસિવીર ઇન્જેક્શન આપે છે અને તેના આધારે આપણે રોજ સીધા હૉસ્પિટલને આપીશું. રોજ સુરત શહેરમાં પહોંચાડવામાં આવશે.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.