અમદાવાદ: એલિસબ્રિજ વિસ્તારમાં સરકારી મહિલા હોસ્ટેલમાં રહી SLU કોલેજમાં ભણતી મૂળ સુરેન્દ્રનગરની વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો હતો. તેણે સ્યુસાઈડ નોટમાં લોહીથી લખ્યું હતું કે, ” I LOVE YOU નિખિલ, પરિવારને સાચવજો હું તમારી લાડકી હતી.” આ મામલે એલિસબ્રિજ પોલીસે અકસ્માતે મોત નોંધી તપાસ હાથ ધરી છે.

વિદ્યાર્થિનીને સિક્યુરિટી ગાર્ડે ગળેફાંસો ખાધેલી હાલતમાં જોઈ
મૂળ સુરેન્દ્રનગરના ગણપતિ ફાટસર ખાતે કડું પાર્ક પાછળ પલ્લવી પંડ્યા (ઉ.વ. 18) રહેતી હતી. પલ્લવી અમદાવાદ એલિસબ્રિજ ખાતે આવેલા SLU કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી અને એલિસબ્રિજ ખાતે સરકારી મહિલા હોસ્ટેલમાં જ રહેતી હતી. સોમવારે બપોરે હોસ્ટેલના સિક્યુરિટી ગાર્ડે મહિલાએ સી બ્લોકમાં પલ્લવીને ગળેફાંસો ખાધેલી હાલતમાં જોઈ હતી.

લોહીથી યુવક માટે વિદ્યાર્થિનીએ I LOVE YOU નિખિલ લખ્યું હતું
લોહીથી યુવક માટે વિદ્યાર્થિનીએ I LOVE YOU નિખિલ લખ્યું હતું

વિદ્યાર્થિનીએ રૂમ બંધ કરીને આપઘાત કર્યો
રૂમ અંદરથી બંધ હતો જેથી પોલીસને જાણ કરતાં એલિસબ્રિજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે આવીને તપાસ કરતા પલ્લવીએ ગળાફાંસો ખાધો હતો. એલિસબ્રિજ પોલીસના જણાવ્યા મુજબ રૂમમાંથી લોહીથી લખેલી એક સ્યુસાઇડ નોટ મળી હતી જેમાં ” I LOVE YOU નિખિલ, પરિવારને સાચવજો, હું તમારી લાડકી હતી” વગેરે લખ્યું હતું. જેથી પ્રેમમાં વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો હોય શકે. હાલ પોલીસે તપાસ શરૂ કરી છે.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.