ભારતીય સેનામાં આગામી ત્રણ થી ચાર વર્ષમાં એક લાખ સૈનિકોને ઓછા કરવાની યોજના છે.

ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે સંસદની સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ જાણકાકરી આપતા કહ્યુ હતુ કે, જ્યારે વી પી મલિક જનરલ હતા ત્યારે તેમણે 50000 સૈનિકો ઓછા કરવા માટે વિચાર્યુ હતુ પણ અમે આગામી ત્રણ થી ચાર વર્ષમાં સેનામાંથી એક લાખ સૈનિકો ઓછા કરવા માટે વિચારી રહ્યા છે.તેમાંથી જે પૈસા બચશે તેનો ઉપયોગ ટેકનોલોજી વધારવા માટે કરાશે.

હાલમાં ભારતીય સેનામાં રિસ્ટ્રક્ચરિંગની પ્રક્રિયા ચાલી રહી છે.જેમાં સેના હેડક્વાર્ટરમાંથી પણ ઓફિસરોને ઓછા કરીને ફિલ્ડમાં મોકલવાની યોજના પર કામ ચાલી રહ્યુ છે.સ્ટેન્ડિંગ કમિટીને જનરલ રાવતે કહ્યુ હતુ કે, હાલમાં ભારતીય સેનામાં 14 લાખ જેટલા સૈનિક છે અને આગામી ત્રણ થી ચાર વર્ષમાં એક લાખ સૈનિકો ઓછા કરવાનુ લક્ષ્ય છે.જોકે આ સતત ચાલતી રહેતી પ્રક્રિયા છે.હાલમાં આર્મી દ્વારા ઈન્ફન્ટ્રી એટલે કે પગપાળા સૈનિકો પર ફોકસ કરાઈ રહ્ય છે.કારણકે સરહદની દેખરેખની જવાબદારી તેમના હાથમાં છે.તેમને અત્યાધુનિક રાયફલો તેમજ  અત્યાધુનિક સર્વેલન્સ સિસ્ટમ આપવાની પ્રાથમિકતા છે.

આર્મીની પૂરવઠાની પાંખને ઓછી કરવા માટે ઈન્ટિગ્રેટેડ બેટલ ગ્રૂપ કન્સેપ્ટ પર અમલ થઈ રહ્યો છે.જેમાં નાની નાની ટુકડીઓ રાખવામાં આવશે.તેઓ લોજિસ્ટિક પર ઓછો આધાર રાખશે.ઉપરાંત લોજિસ્ટિક પર ઓછો આધાર રાખવો પડે તેમાટે કેટલીક કામગીરીનુ આઉટસોર્સિંગ રકવામાં આવશે.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.