ઈઝરાયલ અને હમાસે સંઘર્ષ વિરામ માટે સહમત થઈ ગયા. 11 દિવસ સુધી ચાલેલા આ યુદ્ધના કારણે ગાઝા પટ્ટી (Gaza Strip)માં વિશાનના દૃશ્યો જોવા મળ્યા. મોટાભાગના ઈઝરાયલ (Israel)માં જીવન ઠપ થઈ ગયું અને 200થી વધુ લોકોનાં મોત થયા. ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ (Benjamin Netanyahu)ની સુરક્ષા કેબિનેટે ગાઝા પટ્ટીમાં 11 દિવસ ચાલેલા સૈન્ય અભિયાનને રોકવા માટે એક તરફી સંઘર્ષવિરામને મંજૂરી આપી છે. મીડિયાના અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે હુમલાઓને રોકવા માટે અમેરિકા (USA) તરફથી દબાણ ઊભું કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

સંઘર્ષ વિરામની ઘોષણા પર નેતન્યાહૂના કાર્યાલયે કહ્યું કે, તેમના સુરક્ષા મંત્રીમંડળે ઈઝરાયલના સૈન્ય પ્રમુખ અને અન્ય ઉચ્ચ સુરક્ષા અધિકારીઓની ભલામણ બાદ સંઘર્ષ વિરામના પ્રસ્તાવને સર્વસંમતિથી સ્વીકારી લીધો છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઓપરેશનમાં મહત્વ્ પૂર્ણ ઉપલબ્ધિઓ પણ મળી છે ખૂબ જ અભૂતપૂર્વ છે. નિવેદન મુજબ, રાજકીય નેતાઓએ એ વાત પર ભાર મૂક્યો છે કે વાસ્તવિક હકીકત ઓપરેશનનુ; ભવિષ્ય નક્કી કરશે. ઈઝરાયલી વડાપ્રધાન કાર્યાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનને હમાસ માટે ધમકી માનવામાં આવી રહ્યું છે.

ગાજા સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, 65 બાળકો અને 39 મહિલાઓ સહિત ઓછામાં ઓછા 230 પેલેસ્ટાઇની લોકોનાં મોત થયા છે. બીજી તરફ, 1710 લોકો ઘાયલ થયા છે. નોંધનીય છે કે ઈઝરાયલમાં 5 વર્ષીય છોકરા અને 16 વર્ષીય કિશોરી સહિત 12 લોકોનાં મોત થયા હતા. તેની સાથે જ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડને ઈઝરાયલ-ગાઝા યુદ્ધવિરામની પુષ્ટિ કરી છે. બાઇડને યુદ્ધવિરામ માટે ઈઝરાયલના વખાણ કર્યા છે. તેઓએ કહ્યું કે, અમેરિકાએ આતંકવાદી સમૂહોથી ખુદના બચાવ કરવા માટે ઈઝરાયલનું સમર્થન કર્યું.

By Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published.

You cannot copy content of this page