શહેરમાં રહેતા શખ્સે તેની જ 15 વર્ષની સગી પુત્રી પર નજર બગાડી રાત્રીના 5 કલાકમાં 3 વખત દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે આરોપીની મંગળવારે ધરપકડ કરી હતી. હેવાનિયત આચરનાર શખ્સના ચહેરા પર પશ્ચાતાપ દેખાતો નહોતો અને તેણે લોકઅપમાં આરામથી ભોજન પણ કર્યું હતું.

શહેરમાં રહેતા એક રિક્ષાચાલકને સતત તેની પત્ની સાથે ઝઘડા થતા હતા, પતિના ત્રાસથી કંટાળી 20 દિવસ પૂર્વે મહિલા પોતાના પિયર જતી રહી હતી અને તેની 15 વર્ષની પુત્રી પણ તેની સાથે ગઇ હતી. સાતેક દિવસ પૂર્વે સગીરા કપડાં લેવા માટે પિતાના ઘરે આવી હતી ત્યારે પિતાએ ઘરકામના બહાને તેને રોકી દીધી હતી.
ગત તા.3ના રાત્રીના 8.30 વાગ્યે રિક્ષાચાલક પોતાના ઘરે ગયો હતો, રાત્રીના 11 વાગ્યે તેના પુત્ર અને નાની પુત્રીને ધમકાવીને સૂવડાવી દીધા હતા અને 15 વર્ષની પુત્રીને બાજુમાં બેસાડી તેની સાથે બીભત્સ વાતો કરવા લાગ્યો હતો. પિતાની વાતો શંકાસ્પદ લાગતા સગીરા દોડીને બાથરૂમમાં પૂરાઇ ગઇ હતી અને બારણું અંદરથી બંધ કરી દીધું હતું, પોતાનાથી ભૂલ થઇ ગઇ હવે આવી વાતો નહીં કરે તેમ કહેતા સગીરાએ બારણું ખોલતાં જ તેને ખેંચીને નરાધમ પિતા સેટી પર લઇ ગયો હતો અને સગી પુત્રી પર દુષ્કર્મ આચર્યું હતું, ત્યારબાદ રાત્રીના 1 વાગ્યે અને ફરીથી રાત્રીના 4.30 વાગ્યે બળજબરીથી આવું જ કૃત્ય કર્યું હતું.
સગીરવયની પુત્રી હાથજોડતી હતી, કરગરતી હતી પરંતુ પિતા તેના પર હેવાનિયત આચરતો હતો. આ મામલે સોમવારે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને સકંજામાં લઇ લીધો હતો અને કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા મંગળવારે તેની ધરપકડ કરી હતી.આરોપી અને તેની પુત્રીનું તબીબી પરીક્ષણ પણ કરાવવામાં આવ્યું હતું. આરોપીએ દુષ્કર્મ આચર્યાની કબૂલાત પોલીસ સમક્ષ આપી હતી, સગી પુત્રી પર 5 કલાકમાં 3 વખત દુષ્કર્મ આચરનાર નરાધમના ચહેરા પર પશ્ચાતાપ જોવા મળતો નહોતો અને લોકઅપમાં પણ તેણે આરામથી ભોજન કર્યું હતું. પોલીસે આરોપી પિતાની કોરોના પરીક્ષણનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાનૂની કાર્યવાહી કરશે.
જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો
તથા
મિત્રોને મોકલો
https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt
