રાજ્યમાં વકરતી કોરોનાની સ્થિતિને ધ્યાનમાં લઈ રાજ્ય સરકારે 20 શહેરોમાં રાત્રિ કર્ફ્યુ લાગુ કર્યો છે. આજથી એટલે કે 7 એપ્રિલથી 30 એપ્રિલ સુધી માત્ર 4 મહાનગરોમાં જ નહીં પરંતુ 20 શહેરોમાં રાત્રે 8 કલાકથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે આ કર્ફ્યુના નિયમનું કડક રીતે પાલન થાય તે વાત પર ખાસ ભાર મુક્યો છે. જે કર્ફ્યુના નિમયનો ભંગ કરશે તેના વિરુદ્ધ કડક કાર્યવાહી પણ કરવામાં આવશે.

આ ઉપરાંત રાજ્ય સરકારે ફરી એકવાર લગ્ન, સત્કાર સમારોહ અને અન્ય કાર્યક્રમો માટે પણ લોકોની સંખ્યા મર્યાદિત કરી દીધી છે. હવેથી લગ્ન કે સત્કાર સમારોહમાં 100 લોકોની હાજરીને જ મંજૂરી હશે. આ દરમિયાન પણ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવું જરૂરી હશે.
આ ઉપરાંત કર્ફ્યુ જે હવેથી રાત્રે 8 કલાકથી શરુ થવાનું છે તે સમય દરમિયાન 20 શહેરોમાં લગ્ન કે સત્કાર સમારોગ યોજી શકાશે નહીં. આગામી 30 એપ્રિલ સુધી રાજકીય અને સામાજીક કાર્યક્રમો પર પણ સંપૂર્ણ રોક લગાવી દેવામાં આવી છે.
જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો
તથા
મિત્રોને મોકલો
https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt
