દેશમાં નાણાના ડીજીટલ ટ્રાન્સફર મળેથી આરટીજીએમ અને એનઈએફટી સુવિધા હવે બેન્કો સિવાયના પ્લેટફોર્મ પરથી પણ મળશે. હાલ નોન બેન્કીંગ પેમેન્ટ સિસ્ટમ એપ છે તેના પર પણ આ પ્રકારની સુવિધા મળશે. જે રીતે ડીજીટલ લેવડદેવડ વધી રહે છે અને વધુને વધુ લોકો ઓનલાઈન વ્યવહારના ફાયદા પણ ઉઠાવી રહ્યા છે તે જોતા રીઝર્વ બેન્કે હવે રીયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ સીસ્ટમ (આરટીજીએસ) અને નેશનલ ઈલેકટ્રીક ફંડ (એનઈએફટી) મારફત વ્યવહારોમાં ઓનલાઈન એપ્લીકેશનને પણ માન્યતા આપી છે.

રીઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંતાદાસે આ માહિતી આપી હતી. જેમાં પ્રીપેઈડ-કાર્ડ નેટવર્કમાં વ્હાઈટ લેબલ એટીએમ ઓપરેટર્સ પણ આપશે. આ ઉપરાંત હાલ જે પેમેન્ટ બેન્ક છે તેમાં ગ્રાહક તેના ખાતામાં રૂા.2 લાખ સુધીની રકમ જમા રાખી શકશે. અગાઉ આ લીમીટ રૂા.1 લાખ હતી. ઉપરાંત યુઝર્સ હવે એક વેલેટમાંથી બીજા વેલેટમાં પણ રકમ ટ્રાન્સફર કરી શકશે.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.