ગોધરાના મુસ્લિમ વિસ્તારમાં એક માત્ર હિન્દુ રાધેભાઇ કારેભાઇ ગોસાઇ પરિવાર સાથે છેલ્લા 30 વર્ષથી રહીને શાકભાજીનો ધંધો કરી ગુજરાન ચલાવતા હતા. મંગળવારે સાંજે રાધેનું હાર્ટએટેક આવતાં અવસાન થતાં ઘરમાં રોકકળ મચી હતી. રડવાનો અવાજ સાંભળતાં આજુબાજુ રહેતા મુસ્લિમ ભાઇ-બહેનોએ દોડી આવી હિન્દુ પરિવારને સાંત્વના આપી હતી.

તમામ હિંદુ રિવાજ સાથે અંતિમ સંસ્કાર કરીશું
રાધેનો પુત્ર કામકાજ અર્થે યુપીમાં હોવાથી આવી શકે તેમ ન હોવાથી આજુબાજુના મુસ્લિમ સમીર પઠાણ સહિત અન્ય યુવાનોએ પરિવારને જણાવ્યું હતું કે રાધેની અંતિમયાત્રાની તમે લોકો ચિંતા કરશો નહી. અમે તમામ યુવાનો હિન્દુ રિતરીવાજ મુજબ અંતિમક્રિયા કરીશું. તેમ જણાવ્યું હતું અને મંગળવાની આખી રાત હિન્દુ પરિવાર સાથે દુ:ખમાં વિતાવી હતી.

મુસ્લિમ લોકોએ પણ નનામીને કાંધ આપી
​​​​​​​બુધવારની સવારથી અંતિમયાત્રા માટેની તમામ કાર્યવાહી શરૂ કરી દીધી હતી. જે વિધીની જાણ ન હતી તે હિન્દુ મિત્રોને પૂછી પૂર્ણ કરી હતી. અને હિન્દુ રાધેની મુસ્લિમ યુવાનોએ ખાંધ આપી સ્મશાન સુધી લઇ ગયા હતા. જ્યાં તેના મૃતદેહને ફેરા ફરાવી તમામ હિન્દુ રિતીરિવાજ કર્યા હતા. મુસ્લિમ યુવાનો દ્વારા હિન્દુની નનામીને ખાંધ મળેલી જોઇ અંતિમ રથના ચાલકનું પણ દિલ ભરાઈ આવ્યું હતું.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.