સેબીએ બુધવારે મુકેશ અંબાણી, અનિલ અંબાણી, અન્ય વ્યક્તિઓ અને એકમોને બે દાયકા જૂના કેસમાં ૨૫ કરોડનો દંડ ફટકાર્યો છે. વર્ષ ૨૦૦૦માં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં ટેકઓવર માટેના નિયમોનું પાલન નહીં કરવા બદલ આ દંડ કરાયો છે.

સેબી દ્વારા દંડ કરવામાં આવેલી અન્ય વ્યક્તિઓમાં નીતા અંબાણી અને ટીના અંબાણીનો સમાવેશ થાય છે. સેબીએ તેના ૮૫ પાનાના આદેશમાં જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૦૦માં આરઆઈએલના પ્રમોટર્સ કંપનીમાં પાંચ ટકાથી વધુ હિસ્સાનું હસ્તાંતરણ જાહેર કરવામાં નિષ્ફળ ગયા હતા. વર્ષ ૨૦૦૫માં મુકેશ અને અનિલ અંબાણીએ તેમના પિતા ધિરુભાઈ અંબાણીએ ઊભા કરેલા ઔદ્યોગિક એમ્પાયરનું વિભાજન કર્યું હતું.

જાન્યુઆરી ૨૦૦૦માં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (આરઆઈએલ)માં પ્રમોટરનો હિસ્સો ૧૯૯૪માં વોરન્ટ્સ ઈશ્યુના કન્વર્ઝનને પગલે વધારીને ૬.૮૩ ટકા કરાયો હતો. જોકે, પ્રમોટર ગૂ્રપ સબસ્ટેન્શિયલ એક્વિઝિશન ઓફ શૅર્સ એન્ડ ટેકઓવર્સ (એસએએસટી) નિયમ ૧૯૯૭ હેઠળ ઓપન ઓફર કરવામાં નિષ્ફળ ગયું હતું. આ નિયમ હેઠળ પ્રમોટર ગૂ્રપે કોઈપણ નાણાકીય વર્ષમાં વોટિંગ અધિકારોના પાંચ ટકાથી વધુ હિસ્સાની ખરીદી માટે લઘુમતી રોકાણકારોને ઓપન ઓફર કરવી ફરજિયાત છે.

સેબીનો ૨૫ કરોડ રૂપિયાનો દંડ ૧૯૯૪માં વોરન્ટ્સ અલોટ કરનારા ૩૪ વ્યક્તિઓ અને એકમોએ સંયુક્ત રીતે ચૂકવવાનો છે, જેમાં મુકેશ અને અનિલ અંબાણી, તેમની માતા, પત્નીઓ નિતા અંબાણી અને ટીના અંબાણી તથા બાળકોનો સમાવેશ થાય છે. બજાર નિયમનકાર સેબીએ આ કેસમાં વર્ષ ૨૦૧૧માં અંબાણી પરિવારને શો કોઝ નોટીસ ફટકારી હતી.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.