ગુજરાતમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે, ત્યારે આ વાયરસની ઝપેટમાં વધુ એક કેબિનેટ મંત્રી ઝપેટમાં આવ્યા છે. ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમાનો રિપોર્ટ પોઝિટીવ આવતા તેમને યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેઓ સારવાર હેઠલ છે. શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા નો કોરોના રિપોર્ટ આજે સવારે પોઝિટિવ આવ્યો છે.

રૂપાણી સરકારના મંત્રી મંડળના છઠ્ઠા મંત્રી બન્યા કોરોનાગ્રસ્ત. તબીબી સલાહ અનુસાર તેઓને હાલમાં યુએન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે પરંતુ તેમની તબિયત બિલકુલ સ્વસ્થ છે, વિધાનસભા સત્ર અંતિમ તબક્કામાં હતું ત્યારે કોરોનાએ માથુ ઉચક્યુ છે તેમાં ય છ થી વધુ ધારાસભ્યો કોરોનાની ચપેટમાં આવ્યાં છે.

ગુજરાતમાં કોરોના દિવસે-દિવસે વધુને વધુ વિકરાળ રૂપ ધારણ કર્યુ છે, છેલ્લાં ૨૪ કલાકમાં રાજ્યમાં નવાં ૩૫૭૫ કેસ અને ૨૨ મોત નોંધાયા છે. ૧૧ ઓગસ્ટ પછી પહેલીવાર ગુજરાતમાં ૨૨ મોત નોંધાયા છે.

આજે સૌથી વધુ અમદાવાદમાં ૮૨૩, સુરતમાં ૮૧૯, રાજકોટમાં ૪૯૦ અને વડોદરામાં ૪૫૭ કેસ નોંધાયા છે. મહાનગરો ઉપરાંત નાના શહેરોમાં પણ કોરોનાનું સંક્રમણ અનિયંત્રિત છે, જેમાં પાટણમાં આજે ૧૧ કેસ નોંધાયા છે. ૩૫૭૫ નવાં કેસો સામે આજે ૨૨૧૭ દર્દીઓને જ ડિસ્ચાર્જ કરાતા એક્ટિવ કેસોમાં ધરખમ વધારો થયો છે.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.