પશ્ચિમ બંગાળ ચૂંટણીને લઈને ભાજપ અને ટીએમસી વચ્ચે આરોપો અને પ્રત્યારોપ લાગી રહયા છે અને તેમાં બેફામ નિવેદનબાજી પણ થઈ રહી છે.

વિવાદિત નિવેદનો આપવા માટે ચર્ચામાં રહેતા બંગાળના ભાજપ પ્રમુખ દિલિપ ઘોષે ફરી વિવાદાસ્પદ નિવેદન આપ્યુ છે.તેમણે કહ્યુ હતુ કે, ટીએમસીના નેતાઓ લોકોને ડરાવીને રાખવા માંગે છે.હું કૂચ બિહાર જિલ્લામાં પ્રચાર માટે આવ્યો છું.અહીંયા છાશવારે હિંસા થતી હોય છે.મમતા બેનરજી એક સમુદાયના લોકોને ગરીબ અને અપરાધી બનાવીને રાખવા માંગે છે.

તેમણે કહ્યુ હતુ કે, એક વિશેષ સમુદાયના લોકો પાસે દેશ વિરોધી કામો કરાવવામાં આવે છે.જ્યાં લુંગી પહેરેલા લોકો રહે છે ત્યાં જ વધારે હિંસા થઈ રહી છે.ટીએમસીનુ લોક સમર્થન હવે એક સમુદાય વિશેષમાં જ રહી ગયુ છે.

મુસ્લિમોને એક થઈને મત આપવાની કરેલી અપીલ બાદ મમતા બેનરજીને ચૂંટણી પંચે નોટિસ આપી છે.જેના પર દિલિપ ઘોષે કહ્યુ હતુ કે, નોટિસથી કશું થવાનુ નથી,મમતા બેનરજીને ઘરમાં પૂરી દેવા જોઈએ.

કૂચ બિહાર પર થયેલા હુમલા અંગે તેમણે કહ્યુ હતુ કે, અહીંયા છાશવારે હિંસા થતી હોય છે.લોકોએ લોકસભા ચૂંટણીમાં મતદાન થકી પરિવર્તન કર્યુ છે અને આ ચૂંટણીમાં પણ કરશે.

ઉલ્લેખનીય છે કે, કૂચબિહારમાં થયેલા હુમલામાં દિલિપ ઘોષની કારને ભારે નુકસાન થયુ હતુ.આ મામલામાં પોલીસે16 લોકોની ધરપકડ પણ કરી હતી.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.