- ત્રાલમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓની વચ્ચે અથડામણ
- આતંકવાદી એક ધાર્મિક સ્થળમાં છુપાયેલા છે
- આતંકવાદીઓની સંખ્યા કેટલી છે તે જાણી શકાયું નથી
જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળોએ આતંકવાદીઓના નાપાક પ્રયાસોને નિષ્ફળ બનાવી દીધા છે. સુરક્ષાદળોએ અલગ અલગ 2 અથડામણોમાં 4 આતંકવાદીઓને ઠાર માર્યા છે. જવાનોએ શોપિયામાં 3 આતંકવાદિઓને ઠાર કરી દીધા છે. જ્યારે ત્રાલમાં એક આતંકવાદીને ઠાર કર્યો છે. બન્ને વિસ્તારમાં હજુંપણ અનેક આતંકવાદીઓ છુપાયેલા છે. હજું પણ બન્ને જગ્યાએ અથડામણ ચાલું છે. 2 સુરક્ષાદળોના ઘાયલ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

ત્રાલમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓની વચ્ચે અથડામણ
જમ્મુ -કાશ્મીરમાં અવંતીપારોના ત્રાલમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓની વચ્ચે અથડામણ ચાલી રહી છે. આતંકવાદી એક ધાર્મિક સ્થળમાં ઘૂસ્યા છે. સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. હાલમાં આતંકવાદીઓને સરેન્ડર કરવાનું કહેવાાં આવી રહ્યું છે.
આતંકવાદી એક ધાર્મિક સ્થળમાં છુપાયેલા છે
જાણકારી અનુસાર ગુપ્તચર એજન્સીઓને ત્રાલના નોબુગ વિસ્તારમાં આતંકવાદીઓના છુપાયેલા હોવાની સૂચના મળી. જેના પર પોલીસ અને સુરક્ષાદળોએ વિસ્તારને ઘેરી લીધો છે. આતંકવાદી એક ધાર્મિક સ્થળમાં છુપાયેલા છે.
આતંકવાદીઓની સંખ્યા કેટલી છે તે જાણી શકાયું નથી
હાલમાં આતંકવાદીઓને બહાર આવવા અને આત્મ સમર્પણ કરાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. એક આતંકીએ ભાઈ તથા સ્થાનીય ઈમામ સાહેબને અંદર મોકલ્યા છે. જેથી ધાર્મિક સ્થળને બચાવી શકાય. આતંકવાદીઓની સંખ્યા કેટલી છે તે જાણી શકાયું નથી.
જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો
તથા
મિત્રોને મોકલો
https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt
