દેશભરમાં કોરોનાનો કેર પ્રવર્તી રહ્યો છે ત્યારે ક્રિકેટ ચાહકો કમ સે કમ ઘેર બેઠા મનોરંજન માણી શકે તેવી આશા સાથે આવતીકાલથી આઇપીએલનો પ્રારંભ થઈ રહ્યો છે. વર્તમાન ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે સાંજે ૭.૩૦ થી આ વખતની આઇપીએલની સૌ પ્રથમ ટક્કર થશે.

બીજી રીતે કહીએ તો ટીમ કોહલી અને ટીમ રોહિત શર્મા વચ્ચેનો આ પ્રતિષ્ઠિત જંગ બની રહેશે. મુંબઇ ઇન્ડિયન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, દિલ્હી કેપિટલ્સ, ચેન્નાઇ સુપર કિંગ્સ, સન રાઇઝર્સ હૈદ્રાબાદ, રાજસ્થાન રોયલ્સ, પંજાબ કિંગ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ એમ આઠ ટીમો વચ્ચે આઇપીએલ ટ્રોફી જીતવા માટે જંગ જામશે. ફાઇનલ ૩૦ મે ના રોજ અમદાવાદમાં યોજાનાર છે.

ગયા વર્ષે ભારતમાં તેની અગાઉ જાહેર થયેલી ૨૯ માર્ચની તારીખથી આઇપીએલ કોરોનાને લીધે યોજી નહતી શકાય અને યુએઇમાં દુબઇ, અબુધાબી અને શારજાહમાં તેનું આયોજન થયું હતું. ૧૯ સપ્ટેમ્બરથી ૧૦ નવેમ્બર દરમ્યાન રમાઇ હતી. આમ ૨૦૨૧ ની આઇપીએલ પાંચ મહિના પછી જ રમાઇ રહી છે. તે વખતે પણ કોરોનાને લીધે બાયો બબલ હેઠળ આઇપીએલ રમાઇ હતી. આ વખતે પણ બાયો બબલ છે.

કોરોનાની બીજી લહર આ હદે ઘાતક નીવડશે તેની કોઇને કલ્પના નહતી. પ્રેક્ષકો વગર જ આઇપીએલ રમાશે તેવી ભારતીય ક્રિકેટ બોર્ડે જાહેરાત કરી છે. ભારતીય ક્રિકેટ બોર્ડે છ જ સેન્ટરોમાં મેચ રમાશે તેમ પણ નક્કી કર્યું છે અને ટુર્નામેન્ટની મેચો એવી રીતે ગોઠવી છે કે ટીમને ન્યુનતમ પ્રવાસ અને નવા બાયો બબલ રચવા ન પડે.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.