ભાવનગરમાં કોવિડથી મૃત્યુ પામેલ મહિલાના અગ્નિદાહ સમયે એક ચોંકાવનારો કિસ્સો બન્યો હતો. મહિલાના મૃત્યુબાદ પુત્ર જ્યારે માતાને હાર પહેરાવી રહ્યો તો તેમને જોયું કે, માતાની આંખ ખુલ્લી છે, જોતા દીકરાએ બૂમ પાડી ‘માતા જીવતા છે’ પછી શું થયું જાણીએ ..

ભાવગનરમાં સર ટી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલી એક મહિલાનું કોવિડાના કારણે મૃત્યુ નિપજ્યું હતું. મહિલાને મૃત જાહેર કરતા તેને પરિજનો ભાગનગરના સીંધુનગર સ્માશાન લઇ જવાઇ હતી. મહિલાની અગ્નિદાહની તૈયારી થઇ રહી હતી. આ સમયે પુત્ર માતાને હાર પહેરાવી તિલક કરી રહ્યો હતો. પુત્રએ જોયું કે માતાની આંખો ખુલ્લી ગઇ છે. પુત્રએ આ જોતા બૂમ પાડી અને કહ્યું કે, ‘માતા જીવતા છે’ આ ઘટનાથી ચકચાર મચી ગઇ અને સ્માશાનમાં લોકો એકઠા થઇ ગયા.

આ ઘટના બાદ સ્માશાનના કર્મચારીઓએ પણ તપાસ કરી કે ખરા અર્થમાં સ્થિતિ શું છે,. જો કે કર્મચારીઓએ પણ કહ્યું કે, મહિલા મૃત્યુ પામી છે. બસ તેમની આંખ માત્ર ખુલ્લી રહી ગઇ છે. જો કે પરિવાર આ માનવા તૈયાર ન હતો અને મહિલાને ફરી હોસ્પિટલમાં દાખલ કરવાનું પરિવારે નક્કી કર્યું. જો કે અહીં હાજર 108ના સ્ટાફે તપાસ કરીને જણાવ્યું કે, મહિલાનું મૃત્યુ જ થયું છે, હોસ્પિટલ ગયા બાદ પણ ડોક્ટર તેને મૃત જ જાહેર કરશે. 108ના કર્મચારીઓએ જણાવ્યું કે. મૃતક દર્દીની આંખ ખુલ્લી રહી ગઇ છે બસ પરંતુ તે મૃત્યુ પામેલ જ છે. બસ આ મુદ્દે અનેક તર્ક વિતર્ક બાદ પરિવારે મહિલા મૃત હોવાનું સ્વીકાર્યું અને મહિલાનો આખરે અગ્નિસંસ્કાર કરાયો.

By Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *