Sat. Oct 5th, 2024

14 જૂન 2020 ના રોજ બોલિવૂડ એકટર સુશાંતસિંહ રાજપૂત ના મોત ને આજે 1 વર્ષ પૂર્ણ થયું મુંબઇ પોલીસ અને પટના પોલીસ વચ્ચેની રસાકસી બધાએ જોઈ

14 જૂન 2020 ના રોજ બોલિવૂડ એકટર સુશાંતસિંહ રાજપૂત ના મોત ને આજે 1 વર્ષ પૂર્ણ થયું
મુંબઇ પોલીસ અને પટના પોલીસ વચ્ચે ની રસાકસી બધાએ જોઈ

પટના માં રિયા ચક્રવર્તી વિરુદ્ધ માં IPC 306 નો કેસ દાખલ થયા બાદ ED એ મની લોન્ડરિંગ એંગલ માં તપાસ કરી પણ કંઈ મજબૂત પુરાવા મેળવી ના શકી
ED ની તપાસ દરમિયાન મોબાઈલ ચેટિંગ માં ડ્રગ્સ ની વાતો સામે આવી પછી NCB મેદાન માં કુદી અને કોર્ટ માં જજમેન્ટ પહેલા જ મેઈન સ્ટ્રીમ મીડિયા ના અમુક ભાગે રિયા ચક્રવર્તી ને મુખ્ય આરોપી સાબિત કરી દીધી સુશાંતસિંહ રાજપૂત ના મૃત્યુ ની તપાસ હાસ્ય માં ધકેલાઈ ગઈ અને ટોટલ ફોકસ બોલિવૂડ ડ્રગ્સ કનેક્શન પર થઈ ગયું.


સુશાંત કેસ માં દેશ ની સર્વોચ્ચ તપાસ એજન્સી CBI એક વર્ષ માં વિથ એવિડન્સ સાથે હજુ કોઈની પણ ધરપકડ નથી કરી શકી.હવે CBI સ્પેશિયલ કોર્ટ માં સુશાંત ના કેસ ની ચાર્જશીટ ક્યારે દાખલ કરશે તે નક્કી નથી પણ કેસ ની ક્લોઝર રિપોર્ટ દાખલ કરે એટલી જ વાર છે.
ક્લોઝર રિપોર્ટ નો મતલબ કેસ માં કઈ પણ સબૂત કે કોઈની પણ સામે નક્કર પુરાવા નથી મળી રહ્યા કેસ ને બંધ કરવામાં આવે.આમ સુશાંતસિંહ રાજપૂતે કેમ આત્મહત્યા કરી તે એક રહસ્ય જ બની રહેશે.

Related Post

Verified by MonsterInsights