રાજકોટ જિલ્લાના જેતપુરના જોડિયા હનુમાન પાસેથી ભાદર નદીના નારપાટમાંથી ત્રણ લાશ મળી આવી છે. ત્રણ મિત્રો નદીમાં ન્હાવા ગયા બાદ ડૂબી જવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પહેલા અહીં એક લાશ મળી આવી હતી. ત્યારબાદ પોલીસે શોધખોળ શરૂ કરી હતી. ત્યારબાદ વધુ બે લાશ મળી આવી છે. આમ કુલ ત્રણ મિત્રોના મોત થયા છે.

પ્રાપ્ત વિગત અનુસાર જેતપુરના જોડિયા હનુમાન પાસે ભાદર નદીના નારપાટમાં સાંજે એક તરતી લાશ મળી આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી આ મૃતદેહને બહાર કાઢી વધુ તપાસ હાથ ધરી હતી. ત્યારબાદ ફાયર જવાનો અને સ્થાનિક તરવૈયાઓની મદદથી શોધખોળ શરૂ કરવામાં આવી હતી.

આ દરમિયાન વધુ બે મૃતદેહ મળી આવ્યા હતા. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ત્રણ મૃત્રો ન્હાવા પડ્યા હતા. જેમાંથી એક ડૂબી જતા બીજા બન્ને તેને બચાવવા જતા ડૂબી ગયા છે. આ રીતે ત્રણેયના મોત થયા છે.

ત્રણેય મૃતદેહને કબજે લઈ પોલીસે પોસ્ટમોર્ટમ રિપોર્ટ માટે જેતપુર સરકારી હોસ્પિટલ મોકલી આપ્યા છે. હાલ તો આ યુવકો કોણ છે અને ક્યાંથી આવ્યા હતા તેની કોઈ માહિતી મળી નથી. પોલીસ પણ આ અંગે તપાસ કરી રહી છે.

By Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *