અંબાજી મંદિર ફ્લાય ઓવરબ્રિજના દુકાન ચાલકો પાસે લોકડાઉન સમયનું ભાડું મંદિર ટ્રસ્ટ તરફથી લેવાતા વેપારીઓએ નારાજગી ઠાલવી…..

252 Views

કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો હતો ત્યારે લોકો ને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો ત્યારે વેપાર જગત ને પણ બહુ મોટો ફટકો પડયો હોવાનું પણ સામે આવ્યું છે ત્યારે યાત્રાધામ અંબાજી ખાતે લોકડાઉંન દરમિયાન સરકાર દ્વારા ત્રણ મહિના જે લોક ડાઉન કરાયું હતું તે દરમિયાન અંબાજી મંદિરની અંદર આવેલી દુકાન ચાલકો કે જે મંદિર ટ્રસ્ટ સંચાલિત છે તે દુકાન ચાલકો જોડે મંદિર ટ્રસ્ટે માર્ચ એપ્રિલ મે એમ ત્રણ મહિના કે જે સમયે સરકાર દ્વારા આ ત્રણ મહિના મંદિર અને સંપૂર્ણ ભારત બંધ રહ્યું હતું તેનું પણ ભાડું અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા વસૂલાતા ઓવરબ્રિજ ના વેપારીઓમાં નારાજગી જોવા મળી હતી જ્યારે ભારતના વડાપ્રધાન મોદી સાહેબે પણ ભારતની જનતાને અપીલ કરી અને આ ત્રણ મહિનાનો ભાડું માફ કરવા વિનંતી કરી હતી તેને ધ્યાનમાં લઇ અનેક જગ્યાઓ સહિત અંબાજીમાં પણ અનેક વેપારીઓ ના ભાડા અંબાજીના દુકાન માલિકો એ પણ માફ કર્યા છે પણ અંબાજી મંદિર ટ્રસ્ટ એ મોદી સાહેબ ની અપીલ ને ધ્યાનમાં રાખી અને દુકાન ચાલકોનો ત્રણ મહિના નું ભાડું માફ કરે તેવી મંદિર અંદર ના વેપારીઓની માગણી ઉઠવા પામી છે એટલું જ નહીં તેમણે વધુમાં જણાવ્યું કે ત્રણ મહિના મંદિર બંધ હતું તે સમય દરમિયાન અમારી હાલત બહુ નબળી બની ગઈ હતી એટલું જ નહીં તે સમયે પછી પણ હવે મંદિરની અંદર પ્રસાદી કે અન્ય કોઈ વસ્તુ લઈ જવા દેવામાં આવતી નથી અને અમારી દુકાનો આગળ જાળી પણ બાંધી દેવામાં આવી છે જેથી કરી અને અમારે એ ત્રણ મહિનાનું કે હમણાં નું ભાડું પણ કઈ રીતે આપવું તેવી પરિસ્થિતિ ઊભી થવા પામી છે તેથી મંદિર અમારી પરિસ્થિતિને સમજી અને અમારૂ ત્રણ મહિનાનું ભાડું માફ કરે અને મંદિરની અંદર પ્રસાદ પૂજાપો લઈ જવા દેવામાં આવે તેવી અમે સૌ વેપારી મંડળ મંદિર ટ્રસ્ટ, માનનીય મુખ્યમંત્રી અને કલેક્ટર સાહેબ ને અમારી વિનંતી છે .

અહેવાલ:- રિતિક સરગરા,અંબાજી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *