દાહોદ: એક જ પરિવારના 5 સભ્યોએ ઝેર પીને જીવન ટુંકાવ્યું ,જાણો શું કારણ હતું ?

815 Views

આજે દેશમાં ગણા એવા પરિવાર છે,જે પોતાના જીવનમાં આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.અને સાથે રહેલા પરિવારના સભ્યોને મજુરી કરીને ભારણ પોષણ કરતા હોય છે.રોજ રોજ પરિવારના આત્મહત્યાના કિસ્સાઓ જોવા મળે છે.કોરોનાને કારણે લોકો પાસે આવક ન હોવાને કારણે અથવા પોતાને વધેલા દેવાને કારણે પરિવાર મોતને ઘાટ ઉતર્યો હોય તેવા સમાચાર તો સાંભળ્યા જ હશે.અને આજે પણ આવા કિસ્સાઓ સોસીયલ મીડિયા ઉપર જોવા મળે છે.

ગણા એવા પરિવાર છે જે પોતે એક દેવા અને વ્યાજખોરો નીચે દબાયેલા હોય છે.તેમને પાસે પુરતી આવક ન હોવાને કારણે તે વધુ ને વધુ દેવામાં ઉતરતા રહે છે.અંતે તેમની પાસે કોઈ જ ઉપાય ન રહેતા તે પરિવાર અથવા પરિવારનો કોઈ સભ્ય પોતે આત્મહત્યા કરી બેસે છે.આવીજ એક ઘટના સામે આવી છે જેમાં એક પરિવારના ૫ સભ્યો સાથે મળીને આત્મહત્યા કરે છે.

આ ઘાટના દાહોદની છે જેમાં રહેતા દાઉદી વ્હોરા સમાજના એક જ પરિવારના પાંચ સભ્યોએ સામુહિક આત્મહત્યા કરી હતી.જાણવા મળતી માહિતી મુજબ આ પરિવારમાં કુલ ૭ સભ્યો સાથે રહેતા હતા.જેમાં ૪૨ વર્ષના એક વ્યક્તિ અને તેમની સાથે રહેતી પત્ની.અને આ પતિપત્નીના ૩ નાના બાળકો પણ હતા.તેમની સાથે આ ૪૨ વર્ષના વ્યક્તિ સાથે તેમના માતાપિતા પણ સાથે રહેતા હતા.આ પરિવાર શુખ શાંતિ પૂર્વક રહેતો હતો.

એક દિવસ આ વ્યક્તિ પોતાના માતાપિતાને તેમના કોઈ સબંધીને ત્યાં મોકલી આપે છે.આને આ પરિવાર પોતાની પત્ની અને ત્રણ બાળકો સાથે મળીનેસામુહિક આત્મહત્યા કરે છે.પોલીસ તેમના પિતાના આધારે નોધાયેલા ગુનાની તપાસ કરે છે.આ યુવકના પિતાનું કહેવું છે,કે અમને અગલા દિવસે મારી બહેનના ઘરે મોકલી આપે છે.જયારે બીજા દિવસે હું પાછો આવું છુ ત્યારે તેમનો કોઈનો ફોન લાગતો ન હતો.જેથી હું તેમને નીચેથી બુમો પાડી હોવા છતાં કોઇ ગેલેરીમાં ન આવ્યું.જેથી તે પિતા જલ્દીથી તેમના રૂમ તરફ જાય છે.પરંતુ ઉપર જઈને જોવે છે તો,એક સાથે પાંચ મૃતદેહો જોતાં જ તેઓ ભાંગી પડયા હતા.અને બુમાબુમ કરતા આસપાસના લોકો એકઠાં થઇ ગયા હતા.

પોલીસને જાણ કરતા કાફલો ઘટના સ્થલે આવી પહોંચ્યો હતો.અને પોલીસે તપાસ હાથ ધરી હતી.જિલ્લા પોલીસ વડા પણ ઘટના સ્થલે આવી પહોંચ્યા હતા.પિતાની ફરિયાદને આધારે ગુનો નોંધી,મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પીટલમાં મોકલી આપ્યા હતા.એક અહેવાલ મુજબ આ પરિવાર આર્થિક સંકડામણ નીચે જીવી રહ્યું હતું.પરિવારે પાણી કે ઠંડા પીણામાં ઝેર ભેળવીને પીધુ હોવાનુ લાગી રહ્યુ છે.આર્થિક સંકડામણને કારણે અવિચારી પગલુ ભર્યુ હોવાનુ ચર્ચાય છે.

આ યુવકના પિતાનું કહેવું છે કે,તેમના દીકરાએ સાસરીના એક સંબંધી પાસેથી ઉછીનુ સોનુ લીધુ હતું.અને આ સોનુ એક ફાયનાન્સ કંપનીમાં મુકેલુ હોવાનુ કહેવાય છે.જેથી આ સોનાને કારણે તે ગણા માનસિક તણાવમાં હતા.આ મળેલા ૫ મૃતદેહમાંથી આ યુવકનો મૃતદેહ આગળના રુમમાં હતો અને પત્નીનો મૃતદેહ અંદરના રુમમા હતો.અને તેમના ત્રણ બાળકો પણ અલગ રૂમમાં પડ્યા હતા.

પોલીસના તપાસ મુજબ થાળીનુ ભોજન ફ્રીજમાં જેમનુ તેમ પડયુ હતુ.જેથી કોઇએ રાતનુ ભોજન લીધુ કે કેમ તે પણ તપાસનો વિષય છે.ત્યારે આ ફ્રીજ પર જ મિઠાઇનુ ખાલી પેકેટ પણ મળી આવ્યુ છે.રસોડામાં આવેલા વોશ બેઝીનની આસ પાસ કોઇ પાઉડર જેવો પદાર્થ જોવા મળ્યો હતો તેમજ એક ખાલી બોટલ પણ પડેલી હતી.પોલીસને વોશ બેઝીનમાં કોઇએ ઉલ્ટી કરી હોવાની પણ શંકા થઇ રહી છે.એટલું જ નહિ પણ એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી હતી જેમાં,જેમાં માત્ર એટલુ જ લખેલુ છે કે આ પગલુ મે મારી સ્વખુશીથી ભર્યુ છે.જેથી આર્થિક સંકડામણથી આ પગલું ભર્યું હોય તેવી સંકા છે.જે પોલીસ આ અંગે તમામ તપાસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *