જુનાગઢ : ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના અલીદર ગામના અઢી વર્ષના બાળકને સ્પાઇન મસ્ક્યુલર એટ્રોફી નામની બિમારી હોવાનું સામે આવ્યું છે. એસએમએ નામની ગંભીર બીમારીથી બાળકનો પરિવાર પર આભ ફાટયુ છે. બાળકના પિતા કચ્છની એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે.

બાળકને શ્વાસ લેવામાં તકલીફ થતાં જૂનાગઢની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જો કે, તેનો રિપોર્ટ ચેન્નઇ મોકલ્યા પછી, તેને સ્પાઇન મસ્ક્યુલર એટ્રોફી નામની બીમારી હોવાનું માલુમ થયું હતું.

બાળકના પિતાએ સોશિયલ મીડિયા દ્વારા ગુજરાત અને દેશની જનતાને મદદ માટે આગળ આવવા અપીલ કરી છે. બાળકની સારવાર માટે 16 કરોડના ખર્ચને લઇ પરિવારની મુશ્કેલીઓ વધી છે.

 

By Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *