ભારતમાં એક જ દિવસમાં નોંધાયા કોરોનાના 90 હજારથી વધુ કેસ..!!!

134 Views

ભારતમાં કોરોના વાયરસ ઝડપથી વધી રહ્યો છે. કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા દરરોજ નવા રેકોર્ડ્સ બનાવી રહી છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 90, 632 નવા કેસ નોંધાયા છે , જ્યારે 1065 લોકોએ જીવ ગુમાવ્યો છે. નવા કેસ પછી દેશમાં કોરોના ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા વધીને 41, 13,811 થઈ ગઈ છે.

શુક્રવારે, દેશમાં 86,432 નવા દર્દીઓ મળી આવ્યા, જ્યારે 1089 લોકોનાં મોત થયાં હતા. આ સાથે જ કોરોનાથી ચેપગ્રસ્ત દર્દીઓના મામલે બ્રાઝિલને પાછળ રાખીને ભારત હવે વિશ્વમાં બીજા ક્રમે આવ્યું છે.આરોગ્ય મંત્રાલય અનુસાર, દેશમાં કોરોનાના 8, 62, 320 સક્રિય કેસ છે, જ્યારે કોરોના ચેપને કારણે 70 હજાર 626 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. તેવામાં રાહતની વાત છે કે અત્યાર સુધીમાં 31,80, 865 લોકો સ્વસ્થ થયા છે. આઇસીએમઆર અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં 10,92,654 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે, અત્યાર સુધીમાં 4,88,31,145 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *