ઓલ સર્વિસ ગ્લોબલ સફાઇ કંપનીના મેનેજર અલ્પેશભાઈ એ અંબાજીના બજારોમાં જાતે સફાઈ કરી અને લોકોને સ્વચ્છતા રાખવા અપીલ કરી…

194 Views

અંબાજી મંદિર સહિત અંબાજીના જાહેર માર્ગો ને સ્વચ્છ રાખવા યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કરોડોના ખર્ચે ટેન્ડર બહાર પાડી અને ઓલ સર્વિસ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ સફાઈ કંપનીને આપ્યું છે ત્યારે આ કંપનીમાં અનેક મેનેજર ફરજ બજાવી ને ગયા છે જ્યારે અંબાજી ખાતે હાલમાં આવેલા નવા મેનેજર અલ્પેશભાઈ કે જે પોતાના કાર્ય ને લઈ અનેક વાર ચર્ચા મા રહ્યા છે એટલુંજ નહીં આ મેનેજર એ પોતે મેનેજરની જગ્યાએ સુપરવાઇઝરની રીતે કામ કરી અને દરેક સ્થળ પર જઇ અને વિઝીટ કરતા હોય છે અને અંબાજી ગામ સ્વચ્છ રહે તેવી પણ તકેદારી મેનેજરશ્રી રાખતા હોય છે એટલુંજ નહીં લોકો પણ સ્વચ્છતા પ્રત્યે જાગૃત બને તેને લઇ અંબાજી ઓલ સર્વિસ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ સફાઈ કંપનીના મેનેજર અલ્પેશભાઈ , અને TPI નાં વસીમ મેમણ એ આજે મોડી સાંજે જાતે અંબાજી ગામ ની વિઝીટ કરી અને અંબાજી બજારોની દુકાનો નાં દુકાન ચાલકો બહાર કચરો ઠાલવતા હતા તો અલ્પેશભાઈ એ જાતે કચરો ઉઠાવી અને દુકાન ચાલકોને અપીલ કરી કે કચરાની લારીમાં જ કચરો નાખવો આ રીતે આપણે જાહેરમાં કચરો નાખવો નહિ હાલમાં પણ એક બીમારી ચાલુ છે જેથી કરી અને આવી ગંદગી ના કારણે બીજી પણ કોઈ બીમારીઓથી આપણૅ બચી સકી અને જો ગંદગી હોય તો બીમારી ફેલાવા ની દર હોય છે તો જેટલી બને તેટલી સ્વચ્છતા જાળવો અને સફાઇ કર્મીઓને સાથ સહકાર આપો તેવી હું આપની પાસે અપેક્ષા રાખું છુ એટલુંજ અંબાજીના બજારમાં ફરી અને અલ્પેશભાઈ એ જાતે સફાઈ કરતા લોકોમાં પણ એક આશા જોવા મળી હતી કે હાલ સુધી જેટલા પણ મેનેજર આવ્યા તે પોતાની ખુરશી પર ટકીને બેસતા હતા અને આ મેનેજર અંબાજી ગામને સ્વચ્છ ગામ તરીકે બનાવશે તેવી પણ આશા લોકો માં જોવા મળી હતી એટલુંજ નહીં મેનેજરે ગામમાં ફરી જે જગ્યાએ દુકાન ચાલકો કચરો રસ્તા પર ઠાલવતા હતા તે દુકાન ચાલકોને પણ અપીલ કરી અને કચરા ની લારી માં કચરો ઠાલવવા વિનંતી કરી હતી જે કામ સુપરવાઇઝર એ કરવું જોઈએ તેવું કાર્ય હાલ આ નવા આવેલા મેનેજર કરી રહ્યા છે સુપરવાઇઝરો હાલમાં મોજ માં જોવા મળી રહ્યા છે ત્યારે મેનેજર પોતે સુપરવાઇઝરની ફરજ બજાવી અને કામ કરાવી રહ્યા છે ત્યારે આ મેનેજર ની કામગીરી ને અંબાજીના વેપારીઓ સહિત સ્થાનિકો વખાણી રહ્યા છે …

અહેવાલ:- રિતિક સરગરા,અંબાજી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *