સુરત: સ્પામાં કામ કરતી થાઈલેન્ડની યુવતીની સળગેલી લાશ મળી

1,043 Views

સુરતના મગદલ્લા ગામમાં આવેલી ભૈયાભાઈ સ્ટ્રીટના એક મકાનના બીજા માળે રૂમમાં યુવતીની સળગેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. રૂમનો દરવાજો બહારથી લોક હતો. જોકે, ગામવાસીઓએ દરવાજો તોડી પોલીસને જાણ કરી હતી. હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને વધુ તપાસ હાથ ધરી છે. મગદલ્લા ગામમાં આવેલી ભૈયાભાઈ સ્ટ્રીટમાં નાગિનભાઈ પરભુભાઈ પટેલે પોતાનું મકાન ભાડે આપ્યું છે. જેમાં થાઈલેન્ડની વનિતા ભુસાન(ઉ.વ.27) નામની મહિલા ભાડે રહેતી હતી. ગત રોજ વનિતાને ઘર નજીક રહેતી બહેનપણીને મળીને ઘરે કોઈ છોડી ગયું હતું. હાલ આ સ્ટ્રીટ ક્વોરન્ટીન છે અને પોલીસ સીસીટીવી આધારે તપાસ કરી રહી છે. જોકે, ઘરમાં બહારથી દરવાજે તાળું મારવાની વાત બહાર આવતા પોલીસે પણ યુવતીના મોતને લઈ શંકા વ્યક્ત કરી છે.

રૂમનો એક સાઈડનો ભાગ સળગીને ખાખ થઈ ગયો

રાત્રી દરમિયાન થાઈલેન્ડની યુવતીના થયેલા મોતના પગલે પોલીસ તપાસ કરી રહી છે. જેમાં યુવતી સળગી ગઈ છે. જોકે, આગ લાગવાના કારણે તેની જવાળાઓ ઘરની બહાર સુધી આવી હોવાનું સામે આવ્યું છે. ઘરના એક સાઈડનો ભાગ પણ સળગી ગયો છે.

રૂમનો દરવાજો લોક હોવાથી પોલીસે યુવતીના મોતને લઈને શંકા વ્યક્ત કરી

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *