ભાદરવી મેળો પૂર્ણ થયા બાદ અંબાજી મંદિરમાં, આજે પ્રક્ષાલન વિધિ કરવામાં આવી

711 Views

યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પુનમ નાં મેળાં બાદ આજે અંબાજી મંદિર માં 1.30 કલાકે પ્રક્ષાલનવીધી કરવામાં આવી અંબાજી મંદિરમાં આ પ્રક્ષાલનવીધી ખાસ કરી ને સિદ્ધપુર નાં એક સોની પરીવાર દ્વારા કરવામાં આવે છે. જે છેલ્લા કેટલાય વર્ષ થી આ વીધી સાથે સંકળાયેલાં છે. આ વીધી માં અંબાજી મંદિર પરીષર નેં પાણી થી ધોવામાં આવે છે. અને માતાજીનાં શણગાર ના સોંના ચાંદી નાં દાગીનાઓ ને પવિત્ર નદીઓ નાં પવીત્રજળ ની ધોવામાં આવે છે એટલુંજ નહીં આ દાગીનાની સાફ સફાઇ કરતી વક્તે ઘસારા નાં લીધે સોના માં ઘટ પડતી હોય છે ત્યારે દર વર્ષે સોનાનું પેન્ડલ માતાજી હાર માં અર્પણ કરવામાં આવે છે. જે હાર પુતળી નાં હાર નાં નામે માતાજી ને પહેરાવવામાં આવે છે. માનવામાં આવે છે કે ભાદરવી પુનમ નાં મેળાં દરમીયાન લાખો પદયાત્રીઓ આવતાં હોય છે ને આ યાત્રીકો ની રસ્તામાં કોઇ પવિત્રતાં ન જળવાઇ હોય અને સીધા મંદિરમાં દર્શને પહોંચી ગયા હોય તેવી બાબતો ને ધ્યાનમાં રાખી આ મંદિર ની પવીત્રતાં જાળવવાં ખાસ પ્રક્ષાલન વીધી કરવામાં આવે છે આં વખતે પદયાત્રીઓ ભાદરવી પૂનમના મેળામાં મદિર બંધ હોય યાત્રિકો એ ઓનલાઇન દર્શન કર્યા હતા ત્યારે પરંપરાગત રીતે આજે પણ પ્રક્ષાલન વિધિ યોજવામાં આવી હતી ભટ્ટજી મહારાજ અને સિદ્ધપુર નાં સોની પરિવાર દ્વારા આં પ્રક્ષાલન વિધિ યોજવામાં આવી હતી…

અહેવાલ:- રિતિક સરગરા,અંબાજી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *