BKIના 2 આતંકવાદીઓની થઇ ધરપકડ, દિલ્હી-પંજાબના નેતાઓ હતા નિશાન પર…

246 Views

રાજધાની દિલ્હીના ઉત્તર-પશ્ચિમ ભાગમાંથી બબ્બર ખાલસા ઇન્ટરનેશનલના બે આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. તેને દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલની મોટી સફળતા માનવામાં આવે છે.આ આતંકવાદીઓ પાસેથી મોટી માત્રામાં દારૂગોળો અને હથિયારો મળી આવ્યા છે. દિલ્હી પોલીસે કહ્યું છે કે આ બંને આતંકવાદીઓ પંજાબમાં વોન્ટેડ છે અને તેમના નામે ઘણા કેસો નોંધાયેલા છે.કહેવામાં આવી રહ્યું છે કે આ બંને આતંકીઓનું નામ ભૂપેન્દ્ર ઉર્ફે દિલાવર સિંહ અને કુલવંતસિંઘ છે. આ બંને પંજાબના લુધિયાણાના હોવાનું કહેવાય છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દિલાવર નામના આતંકવાદીઓમાંથી એકની પણ અગાઉ અટકાયત કરવામાં આવી હતી. તેને અબુધાબીથી પંજાબ પોલીસે ધરપકડ કરી હતી પરંતુ જામીન મળતાંની સાથે જ તે છટકી ગયો હતો,પોલીસે જણાવ્યું કે પોલીસ ટીમ જ્યારે તેમને પકડવા આગળ ગઈ ત્યારે ફાયરિંગ શરૂ કરી દીધી હતી. આતંકીઓને જવાબ આપતા પોલીસે ફરી ગોળીબાર કર્યો અને બંનેને પકડ્યા. રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે આ બંને હથિયાર લેવા દિલ્હી આવ્યા હતા અને પોલીસને તેમની પાસેથી 6 પિસ્તોલ અને 40 કારતૂસ મળી આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *