ગોંડલ, ધોરાજી સહિત રાજકોટ જિલ્લામાં વધુ 24 વિસ્તારોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરતા કલેકટર

226 Views

રાજ્યભરમાં કોરોનાએ મહાનગરોને ભરડામાં લીધા બાદ હવે નાના શહેરો અને તાલુકાઓમાં પોતાનો અડ્ડો જમાવી રહ્યો છે. ખાસ કરીને રાજકોટ શહેર ઉપરાંત જીલ્લામાં પણ કોરોનાએ ડેરાતંબુ તાણ્યા હોય તેમ ગોંડલ, ધોરાજી, ઉપલેટા સહિતના તાલુકાઓમાં શહેર ઉપરાંત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સરેરાશ 30થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે આગામી સમયમાં જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વધુ વકરે નહી તે અંગે સાવચેતીના ભાગરૂપે જીલ્લા કલેક્ટર દ્વારા ઉપલેટા, ધોરાજી, ગોંડલ, જસદણ અને પડધરીના 24 વિસ્તારોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જેમાં સૌથી વધુ ઉપલેટામાં 16 જેટલા વિસ્તારોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાંથી ફક્ત શાકભાજી, દવા કે અન્ય આવશ્યક ચીજો લેવા માટે બહાર જવાની પરવાનગી આપવામાં આવે છે. તથા માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન ફરતે પોલીસનો ચુસ્ત બંદબસ્ત ગોઠવી દેવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *