અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કેમ્પસમાં જુગાર રમતા AMCના 4 કર્મચારી સહિત કુલ 7 લોકો જુગાર રમતા ઝડપાયા છે. જેમાં 2 નિવૃત કર્મચારી 3 ઓન ડ્યુટી કર્મચારી તેમજ 2 અન્ય શખ્સોને જુગાર રમતા દબોચી લેવામાં આવ્યા છે. કોર્પોરેશનના જુના પાર્કિંગમાં અંધારામાં છેલ્લા 8 દિવસથી જુગાર રમતો હોવાની કરંજ પોલીસને બાતમી મળી હતી.

ગઈકાલે 29 જુલાઈએ રાત્રે ડી સ્ટાફના PSI સહિતના પોલીસ કર્મચારીઓ છટકું ગઠવીને 7 લોકોને તીનપત્તીનો જુગાર રમતા ઝડપી લીધા છે.જેમાં 4 આરોપી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારી છે જ્યારે બીજા આરોપીઓ ત્યાં જુગાર રમવા આવ્યા હતા. પોલીસે 24770 રૂપિયા રોકડા સહિત અન્ય મુદ્દામાલ સાથે કુલ 87770 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *