અંબાજી ST ડેપો દ્વારા 13 જેટલી ગ્રામ્ય વિસ્તારમાં જતી બસની વ્યવથા શરૂ કરાઇ…

406 Views

જ્યારે સમગ્ર વિશ્વમાં કોરોના કાળે હાહાકાર મચાવ્યો હતો ત્યારે સરકાર દ્વારા લોકડાઉન કરાયું હતું અને આખું ભારત જાણે થંભી ગયું હોય તેવું લાગી રહ્યું હતું ત્યારે એસ.ટી ડેપોને પણ બંધ કરાતા એસ.ટી ની બસો નાં પૈયાં થંભી જવા પામ્યા હતા ત્યારે અનલૉક 1 ની ગાઈડ લાઈન પ્રમાણે બસનો સંચાલન શરૂ કરાયું હતું ત્યારે unlock 4 ની ગાઈડલાઈન મુજબ હવે ગ્રામ્ય વિસ્તારમાં પણ બસોનું સંચાલન કરવાનું શરૂ કરાયું છે ત્યારે અંબાજી એસટી ડેપો દ્વારા અંબાજી ખેરમાળ, અંબાજી સેભર, અંબાજી અમીરગઢ ,અંબાજી બાયડ, અંબાજી ઈડર ,વાયા ,જેતપુર, અંબાજી હડાદ , અંબાજી ગઢ, ખેડબ્રહ્મા, અંબાજી સુધારણા અમદાવાદ, દાંતા સહિત ૧૩ જેટલી ટ્રીપ નું સંચાલન અંબાજી ડેપો દ્વારા કરવામાં આવી રહ્યું છે હવે ગ્રામ્ય વિસ્તારમાં પણ લોકોને જતા કોઈ તકલીફ ન પડે તેને ધ્યાનમાં રાખી અને અંબાજી એસટી ડેપો દ્વારા આ બસની સેવા શરૂ કરાઈ છે ત્યારે અંબાજી ડેપો દ્વારા તમામ ગ્રામ્ય વિસ્તારમાં જતી બસના કંડકટરને થર્મલ ઘન આપવામાં આવી છે જેથી કરી અને મુસાફરોને થર્મલઘન થી ચેક કર્યા બાદ જ મુસાફરી કરવા દેવામાં આવે તેવું પણ સુચારુ આયોજન અંબાજી એસટી ડેપો દ્વારા કરવામાં આવ્યું છે.

અહેવાલ:- રિતિક સરગરા,અંબાજી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *