પંચમહાલ ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક એમ.એસ ભરાડા તરફથી ગેરકાયદેસર દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા ઇસમો વિરુદ્ધ પાસા તડીપાર ની દરખાસ્ત કરવા આપેલા આદેશ મુજબ પોલીસ અધિક્ષક હિતેશ જોઇશરે ગેરકાયદેસર પ્રોહિબિશનના કેસોમાં સંડોવાયેલા ઈસમો વિરુદ્ધ તડીપાર પાસાની દરખાસ્ત તૈયાર કરવા સુચના આપેલ હોય જે આધારે નાયબ પોલીસ અધિક્ષક બી વી જાદવ તથા સીપીઆઇ બી આર સંગાડા ના માર્ગદર્શન હેઠળ પ્રોહીબીશન ની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઇસમોની યાદી બનાવી તેઓના વિરૂદ્ધ પાસા તડીપાર ની દરખાસ્ત તૈયાર કરી મોકલી આપવા સૂચનો અને માર્ગદર્શન કરેલ જે આધારે

ફતેપુરા પોલીસ મથકના પી.એસ.આઇ સી બી બરંડા એ ફતેપુરા પોલીસ મથક વિસ્તારમાં ગેરકાયદેસર રીતે પ્રોહીબીશન ના કુલ 7 કેસોમાં સંડોવાયેલા નૈતિક ભાઈ પ્રવીણભાઈ કલાલ રહેવાસી-ફતેપુરા, તાલુકો-ફતેપુરા,જીલ્લા- દાહોદના ની વિરૂધ્ધઉપરી અધિકારીઓના માર્ગદર્શન હેઠળ દરખાસ્ત તૈયાર કરી ઉપરી અધિકારી મારફતે જિલ્લા કલેકટર દાહોદ તરફ મોકલી આપતા જિલ્લા કલેક્ટર દાહોદે પાસા એક્ટ સને 1985 ની કલમ 3( 2) મુજબ પાસા મંજુર કરેલ હોય અને પાસા ના કામે આરોપીની અટકાયત કરી તેના પરિવારને અટક કર્યાની નોટિસની બજવણી કરી સદર આરોપીને જિલ્લા જેલ જામનગર ખાતે મુકવા જવાનો હુકમ કરેલ હોય જે હુકમ ના આધારે ફતેપુરા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ સી.બી. બરંડા એ તથા તાબાના માણસોએ સદર આરોપીને તેના ઘરેથી પાસાના કામે અટકાયત કરી અને અટકાયત ની જાણ આરોપીના પિતા પ્રવીણભાઈ ગેબીલાલ કલાલને કરી સદર આરોપીને પાસા ના કામે અટકાયત કરી પૂરતા પોલીસ જાપ્તા સાથે જિલ્લા જેલ જામનગર ખાતે આરોપીને મોકલી આપવામાં આવેલ છે

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *