ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની ચૂંટણી 20 થી 25 સપ્ટેમ્બર વચ્ચે યોજાઇ શકે છે. જેમાં ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના માસિક કારોબારમાં અધિકારીની નિમણૂક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જેમાં મંગળવાર સુધીમાં ચૂંટણી અધિકારીના નામની જાહેરાત થઈ શકે છે. અગાઉ, કોરોનાની માર્ગદર્શિકાને પગલે GCCI નું EGM પણ મુલતવી રાખવામાં આવ્યું હતું. તેમજ અત્યારે પણ 400 થી વધારે વ્યક્તિ એકઠા ન કરવાની કોરોનાની માર્ગદર્શિકાને કારણે ચૂંટણી યોજવાને લઈને અસમંજસ છે. આ ચૂંટણીમાં GCCIના 3500 સભ્યો મતદાન કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *