અંબાજીનું માનસરોવર ચાર વર્ષ બાદ વરસાદી પાણીથી ફરી છલકાયું ..

814 Views

હાલમાં જ્યારે મેઘરાજાએ અંબાજી પંથકમાં વિરામ બાદ રી-એન્ટ્રી મારી રહ્યા છે ત્યારે અંબાજી આસપાસના વિસ્તારમાં આ વખતે વરસાદી સીઝન માં ભારે વરસાદ ખાબકયો છે ત્યારે અંબાજી આસપાસના વિસ્તારોમાં નદી નાંળાઓ પણ વરસાદી પાણીના લીધે વહેતા થયા છે ત્યારે અંબાજીનું માનસરોવર કે જે આજથી ચાર વર્ષ પહેલા આવા વરસાદી પાણીથી છલકાઈ ગયું હતું આ માનસરોવર માં ચોલકિયા ભવન આવેલું છે અને અહીં આવતા યાત્રિકો નું તેમની માનતા હોય છે તેમની પણ અહીં ચોલકિયા કરવામાં આવે છે એટલુંજ નહીં જ્યારે માનસરોવર માં નવા નીર આવે છે ત્યારે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પણ નવા નીરની પધરામણી કરવામાં આવે છે ત્યારે આ માનસરોવર આજે વરસાદી પાણીથી છલોછલ છલકાયેલું જોવા મળી રહ્યું છે એટલુંજ નહીં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઇ અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા માનસરોવરના ત્રણે ગેટ બંધ કરવામાં આવ્યા છે અને માનસરોવરની આજુબાજુ જાળી પણ મારી દેવામાં આવી છે અને વધુમાં જી.આઇ.એસ.એફ. નાં ગાર્ડ ને પણ તહેનાત કરી દેવામાં આવ્યો છે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈ પણ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે..

અહેવાલ:- રિતિક સરગરા,અંબાજી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *