ગુજરાત ના વેપારીઓ માટે રાહતના સમાચાર છે. હવે વેપારીઓ 15મી ઓગસ્ટ સુધી રસીકરણ કરાવી શકશે. રાજ્યના મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં રસીકરણની સમયમર્યાદા લંબાવવાનો નિર્ણય કરાયો હતો.

જો કે, સરકારના આ નિણર્યને વેપારી સંગઠનોએ આવકાર્યો છે. જ્યારે અમદાવાદના નવા માધુપુરા વેપારી મહાજન સહિતના વેપારી મહામંડળોએ સરકારના નિર્ણયને આવકાર્યો છે.

મહત્વપૂર્ણ છે કે આજે એટલે કે 31મી જુલાઇએ વેપારીઓના ફરજિયાત રસીકરણની સમયમર્યાદા પૂર્ણ થઇ છે..

જો કે, રસીની અછતને પગલે રાજ્યના હજારો વેપારીઓ રસીકરણથી વંચિત રહ્યા હતા અને રસીકરણની તારીખ લંબાવવાની માગ ઉઠી હતી. ત્યારે રાજ્ય સરકારે કરેલા આ નિર્ણયથી હજારો વેપારીઓને મોટી રાહત મળશે, જેના લીધે વેપારી સંગઠનોએ સરકારના નિર્ણયને આવકાર્યો છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *