ભાદરવી પુનમનો મહામેળો રદ થતાં અંબાજી એસ.ટી ડેપોને ૬૫ થી ૭૦ લાખનું નુકસાન….

383 Views

દર વર્ષે અંબાજી ખાતે ભાદરવી પુનમનો મહામેળો ધામધૂમથી યોજાતો હોય છે અને ગુજરાત સહિત અનેક રાજ્યોમાંથી માના ભકતો માં અંબે ના દર્શન કરવા અંબાજી પદયાત્રા કરી અને આવતા હોય છે ત્યારે આ ભાદરવી પુનમનો મહામેળા મા જિલ્લા સહિત રાજ્યનું તંત્ર ખડેપગે તહેનાત રહી અને આવનાર યાત્રિકોને સુરક્ષામાં લાગી જતું હોય છે ત્યારે એસ.ટી.નિગમ પણ આ મેળામાં અનેરૂ મહત્વ ભજવે છે ત્યારે દર વર્ષે ભાદરવી પૂનમ ના મેળા દરમિયાન અંબાજી એસટી ડેપો દ્વારા ૬૦૦૦ થી ૭૦૦૦ જેટલી ટ્રીપો નું સંચાલન કરાતું હોય છે અને આ મેળામાં ૬૫ થી ૭૦ લાખ રૂપિયાની આવક અંબાજી એસ.ટી ડેપોને થતી હોય છે પણ આ વખતે કોરોના વાયરસના કારણે સરકાર દ્વારા સમગ્ર જાહેર મેળાવાળા સહિત અંબાજી ભાદરવી પુનમનો મહામેળો પણ રદ કરાયો હતો ત્યારે આ ભાદરવી પુનમનો મહામેળો રદ કરાતા કહી શકાય કે વેપારી જગતને પણ એક ભારે ફટકો પડ્યો છે ત્યારે અંબાજી એસટી ડેપોને પણ આ મેળો રદ કરાતા ભારે નુકસાન થવા પામ્યું છે અંબાજી એસટી ડેપોને આ મેળો રદ કરાતા ૬૫ થી ૭૦ લાખ રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે આ મેળા દરમિયાન મંદિર બંધ હોય આ વખતે પબ્લિક પણ નહિવત સંખ્યામાં આવી અને લોકોએ નહિવત સંખ્યામાં એસ.ટી ની મુસાફરી કરી છે ત્યારે આ મેળો રદ કરાતા અંબાજી એસ.ટી ડેપોને પણ ભારે નુકસાન થયું હોવાનું કે.બી.પટેલ અંબાજી ડેપો મેનેજરેએ જણાવ્યું હતું..

અહેવાલ:- રિતિક સરગરા,અંબાજી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *