ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડાયા

458 Views

કોરોના મહામારી વચ્ચે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનો કોરોનાનો એન્ટીજન ટેસ્ટ નેગેટીવ આવ્યો છે. જોકે RTPCR રીપોર્ટ આવવાનો બાકી હોઇ કાર્યકરો સહિતના અવઢવમાં મુકાયા છે. મહત્વનું છે કે, પાટીલના કોરોના ટેસ્ટના રીપોર્ટ વચ્ચે ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને અરવલ્લીના કાર્યકરો અને આગેવાનો મુંઝવણમાં મુકાયા છે. કારણ કે, પાટીલની ઉત્તર ગુજરાત યાત્રા દરમ્યાન કાર્યકર્તાઓ તેમના સીધા સંપર્કમાં આવ્યા હતા. જોકે પાટીલનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવે તો મોટી સંખ્યામાં કાર્યકરોને ક્વોરેન્ટાઇન થવાની નોબત બની શકે છે.

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો હોવાના સમાચારોની વચ્ચે ખુદ પાટીલે સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યુ હતુ કે, મારે દીલ્હી પાર્લામેન્ટમાં જવાનું હોવાથી હું અપોલો હોસ્પિટલમાં ટેસ્ટ કરાવવા આવ્યો હતો. જોકે મારો એન્ટીજન રીપોર્ટ નેગેટીવ આવ્યો છે. પરંતુ હજી સુધી RTPCR રીપોર્ટ આવવાનો બાકી છે. નોંધનિય છે કે, પાટીલની ગુજરાતભરની યાત્રામાં ઠેર-ઠેર સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હોવાના અહેવાલો મિડીયામાં પણ પ્રસારીત થયા હતા. આ સાથે સી.આર.પાટીલના સંપર્કમાં આવેલા લોકો પણ પોઝિટીવ જાહેર થયા બાદ આજે ખુદ સી.આર.પાટીલે પણ કોરોના રીપોર્ટ કરાવ્યો છે.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, સી.આર.પાટીલની લગભગ તમામ યાત્રાઓમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યા હતા. તાજેતરમાં જ પાટીલે ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીની મુલાકાત કરી હતી. જ્યાં તેમના સંપર્કમાં કેટલાય કાર્યકરો આવ્યા હતા. આ તરફ આજે તેમને રીપોર્ટ કરાવતાં એન્ટીજન ટેસ્ટ નેગેટીવ જ્યારે RTPCR રીપોર્ટ આવવાનો બાકી હોઇ તેની રાહ જોવાઇ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *