અમદાવાદ: પોલીસ સ્ટેશનમાં જ મળશે સારવાર! બાપુનગર પોલીસ સ્ટેશનમાં કર્મચારીઓ માટે બનાવાયો આઈસોલેશન રૂમ

413 Views

કોરોનાના સંક્રમણને ધ્યાને રાખીને અમદાવાદના બાપુનગર પોલીસ સ્ટેશનમાં અલગ જ વ્યવસ્થા ઉભી કરાઈ છે. કોરોના લક્ષણ દેખાતા પોલીસકર્મીઓ માટે પોલીસ સ્ટેશનમાં જ આઈસોલેશન રૂમ તૈયાર કરાયો છે, જેથી કોઈ પણ પોલીસકર્મીને લક્ષણ દેખાય તો તે અહીં રહેવાની સાથે સાથે સારવાર પણ મેળવી શકે. આમ તે પોલીસકર્મીના પરિવારના અન્ય સભ્યોને કોરોનાનો ચેપ ન લાગે. આ ઉપરાંત પોલીસ સ્ટેશનમાં લૉ રૂમ પણ તૈયાર કરાયો છે, જ્યા કાયદાને લગતા વિવિધ પુસ્તકોનું વાંચન કરી શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *