દાહોદ : રાજ્યની રૂપાણી સરકારના સફળ નેતૃત્વના 5 વર્ષની પુર્ણાહૂતિ નિમિત્તે ચાલી રહેલી ઉજવણીનો આજે 3 ઓગષ્ટે ત્રીજો દિવસ છે. ત્યારે આજના દિવસને અન્નોત્સવ દિવસ તરીકે ઉજવવામાં આવશે.

દાહોદમાં યોજાનાર રાજ્ય સરકારના આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદી ફરી એકવાર વર્ચ્યુઅલી જોડાશે અને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ રાજ્યમાં વિના મૂલ્યે અન્ન વિતરણ કરવામાં આવશે.

જેમાં આશરે આશરે 17000 સસ્તા અનાજની દુકાનો પર અનાજની કીટનું વિતરણ કરાશે.

જેમાં અંદાજે 4.25 લાખ ગરીબ-અંત્યોદય પરિવારો તેનો લાભ મળશે અને 71 લાખ જેટલા કાર્ડ ધારકોને વિના મૂલ્યે અનાજની કીટો અપાશે. મહત્વપૂર્ણ છે કે 5 વર્ષની ઉજવણીના ભાગરૂપે 7મી ઓગસ્ટે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ રાજ્ય સરકારના કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *