જીપીએસસીની રાજય વેરા નિરીક્ષકની પરીક્ષાર્થીઓ માટે સૂચના
દાહોદ, તા. ૩ : દાહોદ જિલ્લામાં આગામી તા. ૮ ઓગસ્ટના રોજ ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગર દ્વારા રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ – ૩ ની પરીક્ષા યોજાશે. આ પરીક્ષામાં રિસિપ્ટમાં શરતચૂકથી યશવાટિકા ઉ.બુ. વિદ્યામંદિર, જેસાવાડા, મુ. અભલોડ, તા. ગરબાડા લખાયેલું છે, તેને સ્થાને યશવાટિકા, ઉ.બુ. વિદ્યામંદિર, જેસાવાડા, મુ. જેસાવાડા, તા. ગરબાડા વાંચવું. પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ ખાસ આ સુધારાની નોંધ લે તેમ દાહોદના જીપીએસસી પરીક્ષાના નોડલ અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.
૦૦

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *