અંબાજીમાં સોશિયલ મીડિયામાં ફરી રહેલા અંબાજી જનરલ હોસ્પિટલ વિશે ના મેસેજની શું છે હકીકત….

432 Views

અંબાજી પંથકમાં હાલમાં એક ફોટા સાથેનો મેસેજ  સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે આખરે એ મેસેજ અને ફોટોની હકીકત શું છે તે જાણવા માટે અમારી ન્યૂઝ ની ટીમ ત્યાં પહોંચી  અને સત્ય બહાર પાડ્યુ  આ મેસેજ વાયરલ થયો છે તે શું હકીકત છે અને તેની સમગ્ર વિગત આ પ્રમાણે છે કે અંબાજી પંથકમાં આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ વિશે આ મેસેજ માં લખેલું છે કે ૧૦ જેટલા લોકોને હડકાયુ કુતરુ કરડ્યું હતું અને તે દર્દીઓ અંબાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ગયા હતા પણ સારવાર અર્થે જતા હોસ્પિટલ સ્ટાફ દ્વારા યોગ્ય સારવાર ન કરવામાં આવી હતી અને ટાઈમ વેસ્ટ કર્યા બાદ પાલનપુર રેફર  કરાયા હતા ત્યારે અમારી ન્યૂઝના પ્રતિનિધિએ હોસ્પિટલમાં જઈ અને મેસેજ વિશે તપાસ કરતા અને વિગત વાર ડોક્ટર સાથે ચર્ચા કરતાં માહિતી મળતા ડોકટરે જણાવેલ કે જો કોઈ કૂતરો કરડે અને સામાન્ય ઈજા થાય તો તેની સારવાર અંબાજી હોસ્પિટલમાં કરવામાં આવે છે અને જે આ મેસેજ વાયરલ થયો છે તે તદ્દન ખોટો છે કાલના દિવસમાં ફક્ત ત્રણ જ કૂતરા કરડવાના દર્દીઓ આવ્યા છે અને તે ત્રણેય દર્દીઓને યોગ્ય સારવાર કરી અને ટિટનેસનું અને ARV વેક્સિન નું  ઈન્જેક્શન આપવામાં આવ્યું છે અને તે ઇન્જેક્શન આપ્યા બાદ તે ત્રણ દર્દીઓ હતા તેમને હડકાયા કૂતરાએ અતિશય વધારે ડૂચો ભરેલ હોય તેવું દેખાતું હોઈ તેના માટે તેમને અહીં પૂરતી સારવાર કરી અને વધારે સારવાર માટે પાલનપુર રીફર કરવામાં આવ્યા હતા આજે મેસેજ વાયરલ થયો છે તે તદ્દન ખોટો છે

અંબાજી હોસ્પિટલમાં યોગ્ય સારવાર કર્યા બાદ તેમને ઇન્જેક્શન  આપ્યા બાદ ફરી  એક ઈન્જેક્શન ઇમુનોગલોબીન બાકી રહ્યું હતું તે ઇન્જેક્શન કે જે જિલ્લા લેવલે ઉપલબ્ધ હોય છે અને અંબાજીમાં તે ઈન્જેક્શનનો વધારે ઉપયોગ ન થતો હોઇ આખા વર્ષમાં પાંચ એક વાર એ ઈન્જેક્શન નો ઉપયોગ થતો હોઇ તે માટે આ ઇન્જેક્શન આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ માં આ ઇન્જેક્શન વધુ ઉપયોગ ન થતો હોવાથી દર્દીઓ ને વધુ સારવાર માટે પાલનપુર ગવર્મેન્ટ હોસ્પિટલ મોકલાયા હતા અને એ પણ એક ઈન્જેક્શન બાકી હોઇ અને બાકીની સારવાર તો અંબાજી હોસ્પિટલમાં કરવામાં આવી હતી તેવું આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ અંબાજીના મેડિકલ ઓફિસર હાર્દિક ચૌધરી એ જણાવ્યું હતું….

 

  • *અહેવાલ:- રિતિક સરગરા,અંબાજી*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *