A R Rehman ને મદ્રાસ હાઈકોર્ટે ફટકારી નોટિસ, જાણો વિગત

195 Views

ઑસ્કર વિજેતા મ્યુઝિક ડિરેક્ટર એ.આર.રહેમાન IT વિભાગના ઘેરામાં છે અને મુશ્કેલીમાં ફસતા જોવા મળી રહ્યાં છે. તેમની પર આવક વેરા વિભાગે આરોપ લગાવ્યો છે કે, સંગીતકારે ટેક્સ ચૂકવણીથી બચવા માટે પોતાના ફાઉન્ડેશન એ.આર રહેમાન ફાઉન્ડેશનની મદદ લીધી છે. આ કેસ મદ્રાસ હાઇકોર્ટમાં પહોંચ્યો છે.

આ પછી આવક વેરા વિભાગની અપીલને ધ્યાનમાં રાખીને કોર્ટે મ્યુઝિક કંપોઝર એ.આર રહેમાનની વિરુદ્ધ નોટિસ પણ જાહેર કરી છે. જણાવી દઈએ કે, આ કેસ ખૂબ જૂનો છે.

સામાન્ય રીતે વિવાદથી દૂર રહેનારા એ.આર રહેમાન વિવાદોમાં ઘરાઈ ગયા છે. ન્યાયાધીશ ટી.એસ. શિવગનાનમ અને ન્યાયાધીશ વી ભવાની સુબ્રોયાનની બનેલી ખંડપીઠે એ.આર.રહેમાન વિરુદ્ધ નોટિસ જાહેર કરી દીધી છે.

આવક વેરા વિભાગના સિનિયર સ્ટેન્ડિંગ કાઉન્સલર ટી.આર સેન્થિલ કુમારના જણાવ્યા અનુસાર, વર્ષ 2011-12માં કરાર મુજબ ટ્યુન બનાવવા માટે મ્યુઝિક ડિરેક્ટર એ.આર રહેમાનને 3.47 કરોડ રૂપિયા મળ્યા હતા. આ કરાર યુકે સ્થિત કંપની લિબ્રા મોબાઈલ્સ દ્વારા કરવામાં આવ્યો હતો. કરાર મુજબ એ.આર રહેમાનને કંપની માટે નવી ટ્યુન બનાવવાની હતી.

ડિપાર્ટમેન્ટ અનુસાર, એ.આર રહેમાને કંપની સાથે જે કરાર કર્યો હતો તેમાં તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે આ કામ માટે તેમને જે પૈસા મળશે તે તેમને વ્યક્તિગત રૂપે નહીં પરંતુ તેમના એ.આર રહેમાન ફાઉન્ડેશનને આપવામાં આવે. જેનું સંચાલન ખુદ મ્યુઝિક ડિરેક્ટર કરતા હતા. હવે આ અંગે એ.આર રહેમાન તરફથી કોઈ પ્રતિક્રિયા મળી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *