ગુજરાત રાજ્યના ડીજીપી આશિષ ભાટિયા તેમની પત્ની સાથે માં અંબે ના દર્શન કરવા અંબાજી આવી પહોંચ્યા….

267 Views

કોરોના કહેર વચ્ચે લોકડાઉન બાદ અનલોક માં દેવાલય અને શિવાલયો ભકતો માટે ખુલ્લા મુકાયા છે ત્યારે યાત્રાધામ અંબાજી મંદિર પણ દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકાયું છે ત્યારે ગુજરાત રાજ્યના ડીજીપી આશિષ ભાટિયા તેમની પત્ની સાથે માં અંબે ના દર્શન કરવા અંબાજી આવી પહોંચ્યા હતા અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ડીજીપી આશિષ ભાટિયા નું સ્વાગત કરાયું હતું dgp બન્યા બાદ પ્રથમવાર અંબાજી માં અંબે ના દર્શને આવ્યા હતા આશિષ ભાટિયા તેમની પત્ની સાથે અંબાજી મંદિર ગર્ભગૃહ માં દર્શન કર્યા હતા ગર્ભગૃહમાં પૂજા-અર્ચના કરી ત્યારબાદ ભટ્ટજી મહારાજ ની ગાદી પર જઈ ભટ્ટજી મહારાજના આશીર્વાદ લીધા હતા

આશિષ ભાટિયાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા હાલમાં ચાલી રહેલી કોરોનાવાયરસ સંદર્ભે કોરોના વાયરસનું સંક્રમણ વધુ ન ફેલાય અને યાત્રિકોને આ ચેપી રોગ ન લાગે તેની પણ સારી વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે મંદિર ટ્રસ્ટ દ્વારા સરકારની ગાઇડ લાઇન નું પણ પાલન કરવા માં આવે છે અને કરાવવામાં પણ આવી રહ્યું છે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા સારી એવી વ્યવસ્થા પણ કરાઇ છે જેથી કરી અને કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તેની પણ તકેદારી અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ રાખી રહ્યું છે આશિષ ભાટિયા ડીજીપી બન્યા બાદ પ્રથમવાર અંબાજી માં અંબે ના દર્શને આવ્યા હતા ત્યારે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા તરૂણ દુગ્ગલ ,અંબાજી પોલીસ ઇન્સ્પેક્ટર જે.બી આચાર્ય પણ ઉપસ્થિત રહ્યા હતા અને માં અંબે ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી…

 

અહેવાલ:- રિતિક સરગરા,અંબાજી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *