પાકિસ્તાનના સ્ટાર ફૂટબોલ પ્લેયર ‘આફ્રિદી’ ની હત્યા, ત્રાસવાદીઓએ મારી ગોળી..!!!

3,741 Views

ઇસ્લામાબાદ: કોરોના ચેપને કારણે ખેલાડીઓની પ્રેક્ટિસ પર થોડા દિવસો માટે પ્રતિબંધ મૂકાયો હતો. પરંતુ પરિસ્થિતિમાં સુધારો થતાં ખેલાડીઓ મેદાન પર પાછા ફરી રહ્યા છે. પછી તે ક્રિકેટનું ગ્રાઉન્ડ હોય કે ફૂટબોલ. આ દરમિયાન પાકિસ્તાન તરફથી દુખદ સમાચાર સામે આવ્યા છે. અહેવાલ છે કે પ્રેક્ટિસથી પરત ફરી રહેલા સ્ટાર ખેલાડી આફ્રિદીને ગોળી મારીને હત્યા કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, પાકિસ્તાનની રાષ્ટ્રીય ફૂટબોલ ટીમનો ખેલાડી જુનૈદ આફ્રિદી જમરૂટમાં ફૂટબોલ મેચ રમવા પહોંચ્યો હતો. પ્રેક્ટિસ બાદ તે પોતાની ક્લબ પરત ફરી રહ્યો હતો. તે દરમિયાન હંગામો થયો હતો અને ફાયરિંગ શરૂ થઈ હતી, જેમાં જુનેદને પણ ગોળી વાગી હતી. આ હુમલામાં જુનેદનું મોત નીપજ્યું હતું.

એવું કહેવામાં આવ્યું હતું કે જમીનના વિવાદને લઈને બંને પક્ષો વચ્ચે ઝઘડો થયો હતો, ત્યારબાદ ગોળીબાર શરૂ થયો હતો. બંને પક્ષો વચ્ચે થયેલા ફાયરિંગમાં જુનેદને પણ ગોળી લાગી હતી, જેના કારણે તે મોતને ભેટ્યો હતો. આ ફાયરિંગમાં એક વ્યક્તિને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *