મહીસાગર: વીરપુર તાલુકાના લોકો ગંદકીથી ત્રાહિમામ પોકારી ઉઠયા

260 Views

વીરપુર તાલુકાના વીરપુર પંચાયતના જૂની પાણીની ટાંકી હતી જે બાજુના દરગાહ જવાના કસ્બા વિસ્તાર મેઇન રોડ સુધી ગંદકીથી લોકો ત્રાહિમામ પોકાર ઉઠ્યા છે ત્યાં સવારના સમયે અસહ્ય ગંદકી નો જમાવટો થતો હોય તેવું જાણવા મળી રહ્યું છે,તેમજ વીરપુર પંચાયત પાછળ હરિજન વાસના લોકોના ઘરો આગળ દુષિત પાણી ભરાવાથી ત્યાં પણ ગંદકી
થતી હોય છે લોકો ગંદકી ના કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે

વીરપુર તાલુકા મથક હોવા છતા પણ વીરપુર પંચાયત ખાતે જ ઠેર ઠેર ગંદકી નું સામ્રાજ્ય

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કેટલાક ગ્રામ્ય લેવલે વીરપુર તાલુકામાં તાલુકા વિકાસ અધિકારી કટારા સાહેબ ના માર્ગદર્શન હેઠળ 23 જેટલા સામુહિક શૌચાલય બનાવી અસરકારક કામગીરી કરી છે, આ જાહેર શૌચાલયો લોકો માટે આશિર્વાદ સમાન બન્યા છે.જે તંત્ર દ્વારા બિરદાવા લાયક કામગીરી કરી છે પરંતુ કેટલીક જગ્યાએ લોકો ગંદકી ના કારણે ત્રાહીમામ પણ પોકારી ઉઠયા હોય અને તંત્ર આંખ આગળ આડા કાન રાખતું હોય તેવુ પણ દેખાય રહ્યું છે,
અહીં દિવા નીચે અંધારું આ કહેવત સાચી સાબિત થાય છે

મહેશ ઠાકોર વીરપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *