અંબાજી સરકારી આદ્યશક્તિ હોસ્પિટલમાં સરકારી ગાઈડ લાઈન નું કર્મચારીઓ કરી રહ્યા છે ધોવાણ…..

141 Views

હાલમાં જ્યારે covid-19 સમગ્ર ભારતમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે અંબાજી પંથકમાં પણ કોરોના વાયરસ એ પગ પેસારો કરી અને કોરોના કેસની સંખ્યામાં પણ અંબાજી પંથકમાં વધારો થઇ રહ્યો છે ત્યારે સરકાર દ્વારા આ કોવિડ-19 ની ગાઇડલાઇન મુજબ સરકારી નિયમોનું પાલન કરવું એ ફરજિયાત છે અને જો નિયમોનું પાલન ન થાય તો દંડ ની જોગવાઇ પણ સરકાર દ્વારા કરવામાં આવી છે ત્યારે અંબાજી આદ્યશક્તિ જનરલ હોસ્પિટલના કર્મચારીઓ પોતાની મનમાની કરી અને સરકારી નિયમોનું ધોવાણ કરતા નજરે પડ્યા હતા અંબાજી આદ્યશક્તિ  જનરલ હોસ્પિટલમાં જ સેનીટાઇઝર નો ઉપયોગ થતો નથી અંબાજી આદ્યશક્તિ જનરલ હોસ્પિટલમાં  દર્દીઓ પ્રવેશે છે ત્યાં  કોઇ જ વ્યવસ્થા દેખાતી નથી બહારથી આવતા કે અંબાજીના સ્થાનિક લોકો આ હોસ્પિટલમાં જઈ શકે છે આવી શકે છે તેમને હોસ્પિટલ દ્વારા ન તો થર્મલ ગન થી તાપમાન  ચેક કરવામાં આવતા કે નથી તેમને સેનેટાઈઝર કરવામાં આવતા હોસ્પિટલ દ્વારા લોકો માટે  કોઇજ વ્યવસ્થા કરવામાં આવી નથી એટલુંજ નહીં હોસ્પિટલના અંદર ગંદકીનું સામ્રાજ્ય સ્થાપી ગયું હોય તેવું લાગી રહ્યું છે હોસ્પિટલના કમ્પાઉન્ડમાં ઠેરઠેર ગંદગી ના દ્રશ્યો નજરે પડ્યા હતા એટલું જ નહીં હોસ્પિટલના સ્ટાફ ના કર્મચારીઓ માસ્ક વગર પણ જોવા.

મળ્યા હતા કેમ આ સરકારી બાબુઓ ને કોઈ નિયમો નથી લાગુ પડતા કે પછી કેમ જો કોઈ સામાન્ય માણસ માસ્ક  વગર બાઈક પર જતો હોય તો પોલીસ તેમની પાસે હજાર રૂપિયા દંડ લેતી હોય છે ત્યારે આ હોસ્પિટલના કર્મચારીઓને નિયમો કોણ શીખવાડશે?  તે હાલમાં પ્રશ્ન ચર્ચાઈ રહ્યો  છે એટલું જ નહીં લોકમુખે ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બની છે કે અંબાજી હોસ્પિટલનો સ્ટાફ એ પોતાની મનમાની કરે છે અને હોસ્પિટલના કર્મચારીઓ કોઈ જ નિયમનો પણ પાલન નથી કરતા એટલું જ નહી હોસ્પિટલના અંદર દર્દીઓ કરતા તો શ્વાન વધુ જોવા મળે છે

આ હોસ્પિટલમાં  દર્દીઓને પાલનપુર રીફર કરવામાં આવે છે ત્યારે અંબાજી હોસ્પિટલમાં ભૂતકાળમાં પણ  એક કુતરા ની સારવાર કરવામાં આવી હતી ત્યારે હાલમાં પણ અંબાજી હોસ્પિટલ ના કમ્પાઉન્ડ માં કુતરાઓ જ કુતરાઓ નજરે પડ્યા હતા જ્યારે આ અંબાજી હોસ્પિટલ ના કર્મચારીઓ સરકારી ગાઈડ લાઈન  નું ધોવાણ કરતા હોય તો શું અંબાજી સરકારી હોસ્પિટલ ના બાબુઓને ઉપરના અધિકારીઓ સરકારી ગાઈડ લાઈન નું પાલન કરતાં શીખવાડે છે કે પછી જૈસે  ચલતા હૈ વેશે ચલનેદો કી ની નીતિ  અપનાવશે તેવી વાત હાલમાં પ્રજા માં ચર્ચા વેગ પકડી છે…..

અહેવાલ :- રિતિક સરગરા,અંબાજી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *