દક્ષિણ આફ્રિકામાં બંદુકની અણીએ વધુ એક ગુજરાતીની થઇ લૂંટ

83 Views

વિદેશોમાં ઘણા ગુજરાતીઓ વસવાટ કરે છે અને વેપાર ધંધો પણ ચલાવે છે. ત્યારે આ કારણે દક્ષિણ આફ્રિકામાં વધુ એકવાર ગુજરાતી સાથે લૂંટની ઘટના બની.જો કે લૂંટની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઈ હતી.ઉલ્લેખનીય છે કે સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે નીગ્રો જાતીના લુટારુઓ બંદુક સાથે ધસી આવે છે અને વેપારીને ગાડીમાંથી ઉતારી બંદુકની અણીએ લુટ ચલાવી ફરાર થઈ જાય છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે દક્ષિણ આફ્રિકામાં વધુ એકવાર ગુજરાતી સાથે લૂંટની ઘટના બનતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આફ્રિકાના જનીન શહેરમાં નિગ્રો જાતિના લૂંટારુઓએ ભરૂચના જંબુસરના કાવી ગામના વ્યક્તિઓને માર મારી લૂંટી લીધા હોવાની માહિતી મળતા પરિવારજનો ચિંતાતૂર બન્યા છે. આ ઘટનામાં સીરાજ મહંમદ સહિત અન્ય બે વ્યક્તિઓ જનીન શહેરમાં ધંધાર્થે દુકાન પર જતાં સમયે લૂંટારુઓએ લૂંટ ચલાવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, બે દિવસોમાં વિદેશોમાં ભારતીયો પર હુમલાઓ અને લૂંટાયા હોવાની ઘટનાઓ અટકવાનું નામ લઈ રહી નથી, ત્યાં વધુ એક ઘટના દક્ષિણ આફ્રિકામાં બની હતી. સાઉથ આફ્રિકાના વેન્ડામાં ભરૂચના પાલેજ નજીક આવેલ સાંસરોદ ગામનો વતની લૂંટાયો હોવાની ઘટના સામે આવી હતી. સાઉથ આફ્રિકામાં પોતાના ઘર પાસે જ ઈમ્તિયાઝ ભાઈ કોચા કારમાં આવેલ લૂંટારુંના હાથે લૂંટાયા હતા. આ સમગ્ર ઘટનાના સીસીટીવી હાલ સામે આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *