જૂનાગઢના સક્કરબાગ ઝૂમાંથી નાશી ભાગેલો દીપડો પકડાયો

115 Views

જૂનાગઢ સક્કરબાગ ઝૂમાંથી દીપડો ફરાર થઈ જતાં ઝૂ સતાધીશોની ઉંઘ હરામ થઈ ગઇ હતી. જેમા વન વિભાગને સફળતા મળી છે. વન વિભાગ દ્વારા દીપડાના પગના નિશાન મોનિટર કરીને પાંચ જગ્યાએ પાંજરા મુકાયા હતા. જેથી ગત મોડી રાતે ટ્રેપ ક્રેઇઝમાં દીપડો પાંજરે પુરાઇ જતા સલામત જગ્યાએ ખસેડાયો હતો. જોકે, નાસી છૂટેલો દીપડો માનવભક્ષી નથી અને તેનો ઝૂમાં જ જન્મ થયો હતો.

સક્કરબાગ ઝૂમાં દરરોજ દીપડા તથા અન્ય વન્ય પ્રાણીઓના પીંજરા સાફ કરવામા આવતા હોય છે. ઝૂ કર્મચારીઓ દ્વારા આ કામગીરી કરવામાં આવતી હોય છે. આ રૂટીન પ્રક્રિયા મુજબ ઝૂ કર્મચારીઓ દીપડાના પાંજરાની સફાઈ કરતા હતા ત્યારે 5મી સપ્ટેમ્બરનાં રોજ એક આઠ વર્ષનો દીપડો કર્મચારીઓની નજર ચૂકવી ફરાર થઈ જતાં દોડધામ મચી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં ઝૂના ઉચ્ચ અધિકારીઓ સથળ પર પહોંચી ગયા હતાં અને દીપડાને પકડવા કાર્યવાહી હાથ ધરી હતી.

કોરોના માહોલમાં જૂનાગઢ ભવનાથમાં 2 સાધુને શિકાર કરનાર દીપડાને પકડી લેવાયો હતો. આજીવન કેદની સજા કરવામાં આવી હતી. હાલ આ દીપડાને સક્કરબાગ ઝૂ ખાતે લાવી કાયમ માટે પાંજરામાં બંધ કરી દેવામાં આવશે, વન વિભાગના સૂત્રો એ આપેલી વિગત મુજબ ગત તા.17 એપ્રિલના રોજ ગિરનારના 200 પગથિયા સ્થિત શિતળા માતાના મંદિરના 75 વર્ષિય પૂજારી રામબાપાને દીપડાએ ફાડી ખાધા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *