સુરત શહેરમાં ગત રાત્રે બિલ્ડરની ઓફિસમાંથી માત્ર અડધી કલાકમાં જ 90 લાખની ચોરી સામે આવી છે. શહેરના ન્યૂ સિટીલાઈટ રોડ પર રાત્રે બે તસ્કરોએ બિલ્ડરની ઓફિસને ટાર્ગેટ કરી અને 90 લાખની ચોરી કરી.

બિલ્ડરની ઓફિસના મેનેજરે ખટોદરા પોલીસમાં આ બાબતે ફરિયાદ આપતા પોલીસે અલગ અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરી છે. પોલીસે ઓફિસના સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો દૌર શરૂ કર્યો છે.


ટૂંકમાં કોઈ જાણભેદુએ ચોરીને અંજામ આપવા કોઈને ટીપ આપી ચોરી કરાવી હોય એવી પોલીસને આશંકા લાગી રહી છે. સૌથી નવાઇની એ છે કે, રવિવારે રાત્રિના 8.15 વાગ્યે ચોરી થઈ ત્યારે ઓફિસ ખુલ્લી હતી અને લગભગ 10 થી 15 કર્મીઓ કામ કરતા હતા છતાં બન્ને ચોરો પાછલા દરવાજાથી પ્રવેશી 30 મીનિટમાં જ ચોરી કરી નીકળી ગયા હતા અને ચોરી અંગે કોઈને ગંધ પણ આવવા દીધી ન હતી.

સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. જે રીતે બે વ્યક્તિ દ્રશ્યોમાં જોવા મળે છે તે પરથી લાગે છે કે તેઓ આ જગ્યાના જાણકાર હોવા જોઈએ. શક્યાતા એ પણ છે કે ભૂતકાળમાં નોકરી કરી ગયા હોય કે અત્યારે ચાલુ નોકરીમાં હોય તેમણે જ આ ગુનો આચાર્યો હોય.

કોઈ જાણભેદુએ જ ઘટનાની ટીપ આપી હોવાની પ્રાથમિક શંકા છે. જોવું રહ્યું કે સુરત પોલીસ આ બાબતે શું પગલા લે છે.

Leave a Reply

Your email address will not be published.

You cannot copy content of this page