શું તમારે પણ આવે છે આવા મેસેજ, તો ભૂલથી પણ નહિ કરતા ક્લિક, થઇ જશે એકાઉન્ટ ખાલી…

3,788 Views

દેશમાં વધી રહેલા ઓનલાઈન નેટવર્કમાં ગણા સાયબર ગુનાઓ થતા હોય છે.લોકો સાથે ગણા પ્રકારના ઠગના કિસ્સાઓ થતા હોય છે.ઠગ લોકો કોઈને કોઈ પ્રકારે વ્યક્તિને નાની મોટી લાલચો અથવા કોઈને પ્રકારની સુવિધા આપવાને બહાને તેમના બેંક એકાઉન્ટ તળિયાઝાટક કરી નાખતા હોય છે.સમાચારોમાં આવા ઘણા કિસ્સાઓ સામે આવતા હોય છે,જેમાં લોકોની ગણી મોટી ફરિયાદો હોય છે.કે તેમના બેંક એકાઉન્ટમાંથી પૈસાની લેવડદેવદ થઇ છે,એટલે કે,તેમના બેંક એકાઉન્ટ ખાલી થઇ ગયા છે.

હવે તમને જણાવી દઈએ કે ,દરેકના ફોનમાં કોઈને કોઈ પ્રકારે મેસેજ આવતા હોય છે,જેમાં એક લિંક હોય છે.તો ગણી વાર કોલ પણ આવતા હોય છે,જેમાં અલગ અલગ માહિતી મુજબ તમારી સાથે છેતરપીંડી કરવાની કોસિસ કરતા હોય છે.જેમ કે કોઈ બેન્કની કેવાયસી પ્રોસેસ પૂરી કરવાનું કારણ આપે છે.દરેક વ્યક્તિ વોલેટ કે બેન્કનો ઉપયોગ કરતી હોય એ સ્વાભાવિક છે.જેથી કોઈક વાર ઠગે બતાવેલી બેન્ક માહિતી સાચી હોય છે.પરંતુ તમને જણાવી દઈએ કે જો કોઈ પ્રકારના આવા મેસેજ આવે તો થોડા ચેતીજજો નઈ તો તમને ભારે નુકશાન ઉઠાવવાનો વારો આવશે.

શુ ધ્યાન રાખવું?એસએમએસ કે અન્ય રીતે આવેલ કેવાયસી સંબંધિત મેસેજ પર ધ્યાન આપો નહીં.તેને તમારા ફોનમાંથી હટાવી દો.તેમાં જણાવેલ નંબર પર ક્યારેય કોલ કરશો નહીં કે એ વ્યક્તિના કહેવાથી કોઈ એપ ઇન્સ્ટોલ કરશો નહીં અને ટ્રાન્ઝેકશન કરશો નહીં.તમારા વોલેટની કેવાયસી પ્રક્રિયા કદાચ ખરેખર અધૂરી હોય તો બહુ બહુ તો વોલેટનો ઉપયોગ બંધ થશે,પરંતુ મોટા નુકસાનમાંથી તમે બચી શકશો.કોઈ પણ સંકા લાગેતો બેંકમાં પોતે જાતે માહિતી મેળવી લો પણ આવતા મેસેજ કે કોલની માહિતીને ધ્યાનમાં ન લો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *