બાપ રે: રિયાને જેલ થતાં જ બોલિવૂડનો આ ખાન થરથરી ઉઠ્યો, આખો પરિવાર મુંબઈ છોડીને ભાગી જવા થયો મજબૂર

996 Views

સુશાંત કેસમાં દરેક એંગલથી તપાસ કરવામાં આવી રહી હતી અને એમાં એક મહત્વનો એંગલ એટલે કે ડ્રગ એંગલ, જ્યારથી જ અલગ અલગ સેલેબ્રિટીના નામ સામે આવ્યા ત્યારથી જ મુંબઈમાંવ હડકંપ મચી ગયેલો જોવા મળી રહ્યો છે. સાથે જ હવે એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. હાલમાં રિયા ચક્રવર્તી જેલભેગી થઈ ગઈ છે. પરંતુ તેના જેલ જવામાં અને રિયાએ કરેલા ખુલાસામાં અનેક બોલિવૂડ સિતારાઓના માથે ધરપકડની લટકતી તલવાર જોવા મળી રહી છે. રિયાએ બોલિવૂડના 25 એવા કલાકારોના નામનો ખુલાસો કર્યો છે કે જેને ડ્રગ્સની આદત છે.

 

રિયાએ આ બધા સ્ટારના નામનો ખુલાસો થયા બાદ સમગ્ર બોલિવૂડમાં હડકંપ મચી ગયો છે. આ તરફ NCB પણ તમામ સિતારાઓ પર પોતાના સકંજો કસવાની તૈયારી કરી રહી છે. તો બીજી તરફ એવા પણ અહેવાલો આવી રહ્યાં છે કે સલમાન ખાનના પરિવારના કેટલાક લોકો શનિવારે સવારે મુંબઈ છોડીને જતાં રહ્યા છે. તેઓ રવાના થઈ રહ્યા હોય એવો એક વીડિય સામે આવી રહ્યો છે. સામે આવેલી તસવીરોમાં અર્પિતા ખાન પોતાના બાળકો સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી. અર્પિતા ખાન ઉપરાંત સોહેલ ખાન અને તેમના માતા સલમા પણ એરપોર્ટની અંદર જતા જોવા મળ્યાં.

 

સલમાન ખાનના પરિવારને મુંબઈથી રવાના થતાં જોઈને ફેન્સના મનમાં અનેક પ્રકારના સવાલો ઉઠી રહ્યાં છે. ફેન્સનું માનવું છે કે રિયા ચક્રવર્તીના સલમાન ખાનના પરિવાર સાથે સારા સંબંધ છે. આ બધા કામોમાં રિયાએ જરૂથી કોઈને મદદ લીધી હશે એવું પણ ફેન્સ કહી રહ્યા છે. સોશિયલ મીડિયા પર રિયા ચક્રવર્તી અને અર્પિતા ખાનની જૂની તસવીરો પણ વાયુવેગે વાયરલ થવા લાગી છે.

imgae source

આ તસવીરો જોઈએ કેટલાક લોકો સવાલ પૂછે છે કે અચાનક એવું તે શું થયું કે સલમાન ખાનના પરિવારના લોકોએ મુંબઈ છોડીને આવા કોરોના કાળમાં ક્યાંક બીજે જવું પડ્યું છે. કોરોના વાયરસના આઉટબ્રેકના સમયે આ રીતે બહાર જવું ખુબ વિચિત્ર છે. ફેન્સનું માનવું છે કે સમલાન ખાનના પરિવારને પણ હવે એનસીબીનો ડર સતાવી રહ્યો છે.

 

આ વાયરલ તસવીરમાં રિયા ચક્રવર્તી અર્પિતા ખાન સાથે પોઝ આપતી જોવા મળે છે. થોડા સમય પહેલા કેઆરકેએ રિયા ચક્રવર્તી અને અર્પિતા ખાનની તસવીર શેર કરીને નવા વિવાદને જન્મ આપ્યો હતો. રિયા ચક્રવર્તી અને અર્પિતા ખાનની આ તસવીરને જોઈને સુશાંત સિંહ રાજપૂતના ફેન્સ પણ લાલચોળ થઈ ગયા છે. ફેન્સ સોશિયલ મીડિયા પર સલમાન ખાન અને તેમના પરિવાર પર આ મામલે અનેક આરોપો લગાવી રહ્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *