સુશાંત આપઘાત કેસ : ડ્રગ્સ કનેક્શન મામલે એનસીબીને મળી મોટી સફળતા, રિયા ચક્રવર્તી પાસે મળ્યા આ સબૂત

310 Views

સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે જેમ જેમ દિવસો વિતિ રહ્યા છે તેમ તેમ નવા નવા ખુલાસા સામે આવી રહ્યા છે. જ્યારથી સુશાતના મોત મામલે ડ્રગ્સ કેક્શન સામે આવ્યું ત્યારથી લોકો સામે નવી નવી થીયરી સામે આવી રહી છે. સુશાંત સિંહ રાજપૂત સાથે જોડાયેલા ડ્રગ્સ કાંડમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)ના સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર રિયા ચક્રવર્તી ડ્રગ પેડલર્સને કોન્ટેક્ટ કરવા માટે પોતાની માતા સંધ્યા ચક્રવતીના નામે રજીસ્ટર ફોનનો ઉપયોગ કરી રહી હતી.

માતાના ફોન પરથી રિયા કરતી હતી આ કામ

imae source

પ્રાપ્ત માહિતી અનુસાર સુશાંત સિંહ રાજપૂતના મોતના મામલે એનસીબીએ 4 સપ્ટેમ્બરના રોજ સવારે અભિનેત્રી રિયા ચક્રવર્તીના ઘરે અચાનક રેડમાં પાડી હતી જેમા તેનો ફોન જપ્ત કરવામાં આવ્યો હતો. એજન્સીએ રેડ દરમિયાન રિયાના ઘરેથી એક લેપટોપ પણ જપ્ત કર્યું હતું. સૂત્રો અનુસાર રિયાએ પોતાનો બીજો ફોન ઇડીને સોપ્યો હતો. જેનો ઉપયોગ તે કથિત રીતે ડ્રગ ચેટ માટે કરી રહી હતી.</p.

ફાર્મહાઉસમાં થતી હતી ડ્રગ્સ પાર્ટી

image source

નવી સામે આવેલી માહિતી પ્રમાણે સુશાંત સિંહ રાજપૂત લોનાવાલા સ્થિત ફાર્મ હાઉસ હેગઆઉટની તસવીર અને વીડિયો એનસીબીની રેડ દરમિયાન મળી આવ્યા છે. સુશાંત સિંહએ ફાર્મ હાઉસ ભાડે લીધું હતું. જેના માટે સુશાંત સિંહ દર મહિને લગભગ 2.5 લાખ રૂપિયા ભાડું આપતો હતો. સૂત્રોના અનુસાર આ ફાર્મહાઉસ પર સુશાંત સિંહની સાથે રિયા ચક્રવર્તી, સૈમુઅલ મિરાંડ, સિદ્ધાર્થ પીઠાની સાથે તેમના મિત્રો આવીને પાર્ટી કરતા હતા. આ સાથે જ બોલિવૂડના ઘણા મોટા કલાકારો આ ફાર્મ હાઉસ પર પાર્ટી કરતા હતા. એનસીબીની રેડમાં ઘણા હુક્કા, દવાઓ, એશ ટ્રે જેવી વસ્તુઓ મળી હતી. એનસીબીના સૂત્રોના અનુસાર તેમાંથી ઘણી પાર્ટીઓ તો તે દૌરમાં કરવામાં આવી હતી જ્યારે સુશાંત સિંહ રાજપૂત ડિપ્રેશન માટે સ્ટેરોઇડ્સ લઇ રહ્યો હતો.

ડ્રગ્સ એંગલની તપાસ કરી રહી છે એનસીબી

image source

અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મોતના કિસ્સામાં ડ્રગ્સ એંગલની તપાસ કરી રહેલી એનસીબી એક્શનમાં આવી છે. રિયા ચક્રવર્તીની પૂછપરછના આધારે મુંબઇ તથા ગોવામાં તાબડતોબ દરોડા પાડવામાં આવ્યા હતા અને 7 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. એનસીબીને અનુજની પૂછપરછ દરમિયાન ડ્રગ પેડલર્સના સ્થળો તથા તેની સાથે સંકળાયેલી મહત્વની વિગતો હાથ લાગી છે. રિયા ચક્રવર્તી સાથે સંકળાયેલા કેસમાં અનુજના નામનો ખુલાસો કૈઝાને કર્યો હતો. ત્યારબાદ એનસીબીએ અનુજની ધરપકડ કરી હતી.

ઉચ્ચ અધિકારીઓની દિલ્હીમાં બેઠક

image source

પ્રાપ્ત માહિતી અનુસાર એક દિવસ પહેલા જ એનસીબીના ઉચ્ચ અધિકારીઓની દિલ્હીમાં બેઠક થઇ હતી. જેમાં હવે પછીની રણનીતિ પર ચર્ચા કરવામાં આવી હતી. સુશાંતસિંહ રાજપૂતની મોતના કિસ્સામાં ડ્રગ્સ એંગલની તપાસ કરી રહેલી એનસીબીના અધિકારીઓ પણ વીડિયો કોન્ફરન્સિંગથી જોડાયા હતા.

image source

ગોવામાં દરોડા પાડી રહેલી એનસીબીની ટીમનુ નેતૃત્વ સમીર વાનખેડે કરી રહ્યા છે. મુંબઇ તથા ગોવાના કેટલાક સ્થળો પર દરોડાની કાર્યવાહી સીધીરીતે સુશાંતસિંહ રાજપૂતની મોતના કિસ્સામાં બહાર આવેલા ડ્રગ્સ એંગલ તથા રિયા ચક્રવર્તી સાથે સંકળાયેલી હોવાનુ કહેવામાં આવી રહ્યું છે. આ સિવાય કે.જે. એટલે કે, કરનજીતની પણ ધરપકડ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *