ગુજરાતના ગોધરામાંથી NIAએ નૌસેની જાસૂસી રહેલા એક વ્યક્તિની ધરપકડ કરી

501 Views

પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈ દ્વારા ભારતીય નૌસેનાઅને સંરક્ષણ મથકોની જાસૂસી કરવા માટે એજન્ટોની ભરતી કરી હતી. જેમાં નૌસેનાના અનેક કર્મીઓ સહિત 15 જેટલા લોકોની ધરપકડ થઈ છે ત્યારે આ જાસૂસી કાંડનો રેલો ગુજરાત સુધી આવ્યો છે અને આ બારામાં એનઆઈએએ ગોધરામાંથી એક શખ્સની ધરપકડ કરી છે.

આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ એનઆઈએએ વિશાખાપટ્ટનમ જાસૂસી કાંડમાં આતંકીઓને નારાકીય સહાય માટે કાવતરાખોરને શનિવારે પકડયો હતો. જાસૂસીની આ સનસનીખેજ મામલામાં નૌસેનાના 11 કર્મીઓએ કથિત રીતે સંવેદનશીલ માહિતી પાકિસ્તાનની જાસૂસી એજન્સી આઈએસઆઈને પહોંચાડી હતી.

આ મામલે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. એનઆઈએએ જણાવ્યું હતું કે તપાસથી પતો મળ્યો છે કે કેટલાક નૌસેન્ય કર્મીઓ ફેસબુક અને વોટસએપ જેવા સોશ્યલ મીડીયાના મંચોથી પાકીસ્તાની નાગરિકોના સંપર્કમાં આવેલા અને પૈસાની લાલચમાં ગોપનીય માહિતી શેર કરવામાં સંડોવાયા હતા.

હવે આ જાસૂસીનો રેલો ગુજરાત સુધી પહોંચ્યો છે. એનઆઈએએ ગોધરામાં જીતેલા ઈમરાન નામના શખ્સની આ જાસૂસી કાંડમાં ધરપકડ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *