માંડ-માંડ કામ ધંધા શરૂ થયા ત્યાં ફરીથી લાદવામાં આવશે લોકડાઉન, શું 21 સપ્ટેમ્બરથી 46 દિવસ ફરીથી ઘરમાં પુરાઈ રહેવું પડશે?

294 Views

ભારતમાં કોરોના વાયરસની દર્દીઓની સંખ્યા વધીને 50 લાખની નજીક પહોંચી ગઈ છે. દરરોજ ભારતમાં હવે 80 હજાર ઉપરના લોકો કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. ત્યારે આ રીતે બહોળા પ્રમાણમાં વધતાં કોરોનાના સંક્રમણની વચ્ચે લોકડાઉનને ફરી એક વાર લાગૂ કરવાની અટકળો લગાવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર એક એવા સમાચાર વાયરલ થઈ રહ્યાં છે કે સરકાર જલ્દી એકવાર ફરીથી લોકડાઉન લગાવવા જઈ રહી છે.

image source

25 સપ્ટેમ્બરથી લૉકડાઉન લગાવવાનો આદેશ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA) તરફથી જણાવવામાં આવી રહ્યો છે. તો વળી સોશિયલ મીડિયા પર 25 સપ્ટેમ્બરથી દેશમાં લોકડાઉન લાગૂ કરવાના મેસેજ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. જેમાં કહેવાયુ છે કે, સમગ્ર દેશમાં ફરી એક વાર કેન્દ્ર સરકાર લોકડાઉન લગાવા જઈ રહી છે. કોરોના વાયરસના વધતા સંક્રમણને રોકવા માટે સરકાર તરફથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. નિર્ણયમાં તે પણ કહેવામાં આવ્યું છે કે આ વખતે વધુ આક્રમકતાથી લૉકડાઉનનું પાલન કરાવવામાં આવશે.

image source

માત્ર વખાણમાં આ મેસેજ વાયરલ નથી થયો. વાયરલ થઈ રહેલા સમાચારમાં કહેવામાં આવ્યું છે કે ડિઝાસ્ટર વિભાગના એક લેટરપેડ પર સરકારી આદેશમાં લખવામાં આવ્યું છે કે આ લૉકડાઉન 46 દિવસનું હશે. સાથે કહેવામાં આવ્યું છે કે એનડીએમએ, યોજના આયોગની સાથે મળીને પીએમઓ અને ગૃહ મંત્રાલયના વિનંતી કરે છે કે 25 સપ્ટેમ્બર રાતથી લૉકડાઉન લગાવવામાં આવે.

image source

પરંતુ આ દરમિયાન જરૂરી સેવાઓ પહેલાની જેમ ચાલતી રહેશે. જો કે લોકોએ આ મેસેજ સાચો છો કે ખોટો તેના વિશે કોઈએ જાણ્યું નથી અને બસ ધડાધડ ફોરવર્ડ કરવા લાગ્યા છે. જો કે સરકાર તરફથી પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો (PIB) દ્વારા કરવામાં આવેલ ફેક્ટ ચેક કરવામાં આવ્યું અને આ ખબરની પુરી રીતે પડતાલ કરવામાં આવી. ત્યારે બહાર આવ્યું કે, આ ખબર માત્ર એક અફવા છે એનાથી વધારે બીજુ કઈ નથી.

image source

પીઆઈબી ફેક્ટ ચેક પ્રમાણે વાત કીરીએ તો કેન્દ્ર સરકારે લોકડાઉન સંબંધમાં કોઈ નવો આદેશ જાહેર કર્યો નથી, ન આ સંબંધમાં કોઈ વિચાર-વિમર્શ માટે નોટિસ પણ જારી કરવામાં નથી આવી. આ સાથે જ લોકો પીએમ મોદીની એક ક્લિપ પણ સાથે ટાંકી રહ્યા છે અને વાયરલ કરી રહ્યા છે. કે જેમાં વડાપ્રધાન મોદીએ એક કાર્યક્રમમાં કહ્યુ હતું કે, યાદ રાખો, જ્યાં સુધી દવા મથી મળતી ત્યાં સુધી હળવાશ નહીં ચાલે. બે ગજનું અંતર જરૂરી, માસ્ક પણ જરૂરી, આ મંત્રને ભૂલવાનો નથી. તમારૂ સ્વાસ્થ્ય સારૂ રહે તેની કામના કરૂ છું. આપ સૌનો આભાર. પરંતુ આ બધું માત્ર એક અફવા નીકળી અને હાલમાં કોઈ જ લોકડાઉન થવાનું નથી.

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ

image source

કોરોના મહામારીમાં ગુજરાતની સ્થિતિ ખુબ જ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. રાજ્યમાં દરરોજ 1300થી વધુ પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે. હાલમાં ગુજરાતમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા વધીને 114996એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં કૂલ મૃત્યુઆંક વધીને 3230એ પહોંચ્યો છે. ગુજરાત માટે સૌથી મોટા ખુશ ખબર એ છે કે રાજ્યમાં સાજા થવાનો દર 82.84 ટકા છે. ત્યાં જ રાજ્યમાં રોજ 70,000 ઉપરના લોકોનો ટેસ્ટ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *